Connect Gujarat
ગુજરાત

જીલ્લાના મહત્વનાં બિસ્માર રસ્તાઓ મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદન

જીલ્લાના મહત્વનાં બિસ્માર રસ્તાઓ મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદન
X

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જીલ્લામાં ભરૂચ શહેરના તેમજ ભરૂચ થી દહેજ સુધીના તેમજ ભરૂચ જીલ્લાના ડામર રોડ તેમજ અન્ય વિસ્તારોના માર્ગો ખુબજ બિસ્માર હાલતમાં થઈ ગયા છે. તંત્ર દ્વારા વારંવાર રસ્તાનું સમારકામ થયુ હોવા છતાં આ સમારકામ માત્ર કાગળ પર જ થયું હોય, તેવુ હવે સ્પષ્ટ થઈ ગયું છે. અને તમામ માર્ગો પર ઊંડા ખાડા પડી ગયા છે. તેટલું જ નહીં પરંતુ રસ્તા પરના ખાડાઓ બિસ્માર હાલતમાં હોય તો તાકીદે હંગામી ધોરણે નહી પરંતુ કાયમી ધોરણે સમારકામ કરી જનહિતનું કાર્ય સત્વરે કરવાની માંગ સાથે વરસાદી પાણીના નિકાલ ન થવાને કારણે ઠેર-ઠેર જળ બંબાકાર થઈ જતાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોના ઘરમાં પાણી પણ ઘુસી ગયા છે. આ પ્રશ્નના કારણે માધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ના લોકોને લાખો રૂપિયાનો ધરવખરીનું નુકશાન થયેલ છે. ઝુપડપટ્ટી વિસ્તારમાં વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે. તેમજ ગરીબો ના ઝુંપડા પડી ગયા છે. ત્યારે તંત્ર તરફથી રાહત મળે તેવી કામગીરી રવા માંગણી કરવામાં આવી હતી.

સાથોસાથ ભરૂચ જીલ્લાના બધા જ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે આપના થકી વહીવટી તંત્રને.અપીલ કરી હતી કે લોકોના સ્વાસ્થ્ય ને નુકશાન ન થાય અને બીમારી અંને રોગચારો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની વિવિધ ટીમો બનાવી ગામો અને શહેરોમાં મોકલી જરૂર જણાય ત્યાં વિવિધ જગ્યાએ ગંદકીના કારણે રોગચારો ના ફેલાય તે માટે દવાઓ નો છંટકાવ કરવા અને જે ગામો અને શહેરોમાં જ્યાં વધુ વરસાદી પાણી ભરાયા છે ત્યાંના અસરગ્રસ્ત લોકોને કેશડોલ નું વિતરણ તાત્કાલિક કરવામાં આવે.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પરિમલસિંહ રણા દ્વારા જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લાની જનતાની વ્યથા અને સમસ્યાને વાચા આપવા રસ્તાના કામો તાત્કાલિક ધોરણે શરૂ થાય જેના કારણે ભરૂચ જીલ્લાના મહત્વના નગરો ગ્રામ્ય વિસ્તારોની સમસ્યા માથી હળવાશ થાય. આ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ વિનંતી કરવામાં આવી છે કે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે અંગેની માહિતી અને ચોક્કસ સમય આપવામાં આવે તો ભરૂચ જીલ્લાની પ્રજામાં બિસ્માર રસ્તાના પગલે ફેલાયેલ વિવિધ ભયની લાગણી દુર થાય તેવી તંત્ર પાસેથી પ્રજાને ખાતરી આપવાની માંગ કરી છે.

Next Story
Share it