Connect Gujarat

જીસકા ગર્વનર ઉસકી સરકાર : અખિલેશ યાદવનો ભાજપને ટોણો

જીસકા ગર્વનર ઉસકી સરકાર : અખિલેશ યાદવનો ભાજપને ટોણો
X

મહારાષ્ટ્રમાં ભાજપે અજીત પવારના સથવારે સરકાર બનાવી લીધી છે પણ હજી વિશ્વાસનો મત લેવાનો બાકી છે. ભાજપ પાસે 105 ધારાસભ્યો છે જયારે અજીત પવારે તેમની સાથે 30 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે.

બહુમતી માટે ભાજપને 145 ધારાસભ્યોની જરૂર પડશે. બીજી તરફ એનસીપીના 50થી વધુ ધારાસભ્યો શરદ પવારની છાવણીમાં પરત ફરતાં ભાજપ માટે બહુમતી મેળવવી મુશ્કેલ લાગી રહી છે. શનિવારના રોજ વહેલી સવારે ખેલાયેલા રાજકીય ખેલની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. વિરોધીઓએ ભાજપ પર નિશાન તાકવાની એક પણ તક ગુમાવી નથી. ઉત્તર પ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મહારાષ્ટ્રની સાંપ્રત રાજકીય પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, અબ તો એસા લગતા હે કી જીસકા ગર્વનર ઉસકી સરકાર.

Next Story
Share it