/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/unnamed-18-e1472024249493.jpg)
હત્યારાઓ એ પત્રકારની ઓફિસ માં જ ઘટના ને અંજામ આપ્યો
જુનાગઢમાં જાણીતા અખબાર ના બ્યુરો ચીફ તરીકે ફરજ બજાવતા સિનિયર પત્રકાર કિશોર દવે ની ચપ્પુ ના ઘા મારી ને નિર્મમ હત્યા થી અરેરાટી વ્યાપી ગઈ છે.
જાણવા મળતી વિગતો અનુસાર તારીખ 22મી ની મોડી રાત્રીએ જુનાગઢના એક સિનિયર પત્રકાર અને સૌરાષ્ટ્ર ના જાણીતા અખબાર ના બ્યુરો ચીફ તરીકે ફરજ બજાવતા કિશોર દવે તારીખ 22મી ની રાત્રીએ પોતાની વણઝારી ચોક પાસે આવેલ શ્રીજી કોમ્પ્લેક્સ ની પોતાની ઓફિસ માં હતા ત્યારે હત્યારાઓ એ ઘટના ને અંજામ આપ્યો હતો.
હત્યારાઓ એ કિશોર દવે ના પેટ,છાતી,પડખા,આંતરડા તેમજ કાનપેટ્ટી થી લઈને ગાલ પર ચપ્પુ ના ઘા ઝીંક્યા હતા.અને કિશોર દવે નું ઢીમઢાળી દઈ ને હત્યારા ફરાર થઇ ગયા હતા.પત્રકાર કિશોર દવે ના નાના ભાઈ તેઓ ને ઘરે આવવા માં મોડું થવાના કારણે વારંવાર તેઓના મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ફોન બંધ આવતા લેન્ડલાઈન ફોન પર પણ કોલ કર્યાહતા પરંતુ કોઈજ જવાબ ન મળતા આખરે તેઓએ યજ્ઞેશ દવે પોતાના ભાણીયા ને કિશોર દવે ની કાર્યાલય ખાતે રૂબરૂ મોકલતા ઘટના અંગે ની જાણ થઈ હતી.
પત્રકાર ની હત્યા ની ઘટના થી સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી.અને પોલીસ કાફલો પણ દોડી આવીને લોહીના ખાબોચિયા માં ઢળી પડેલા કિશોર દવે નો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ઘટના ની છાનબીન શરુ કરી હતી.
કિશોર દવે ના પરિવારજનો એ પત્રકાર ની હત્યા પાછળ એક તબીબ નો હાથ હોવાના આક્ષેપો કરતા પોલીસે એ દિશામાં પણ તપાસનો ધમધમાટ આરંભ્યો છે.
સિનિયર પત્રકાર કિશોર દવે ની હત્યા ની ઘટના થી સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતભર ના પત્રકાર જગત માં ઘેરા શોક ની લાગણી પ્રસરી જવા પામી છે.