Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: ભવનાથમાં સૌપ્રથમ સેગવે ઈ-બાઇક ધરાવનારા પ્રહલાદ ગીરીબાપુ બન્યા આકર્ષણનું કેન્દ્ર

જુનાગઢ: ભવનાથમાં સૌપ્રથમ સેગવે ઈ-બાઇક ધરાવનારા પ્રહલાદ ગીરીબાપુ બન્યા આકર્ષણનું કેન્દ્ર
X

સોશ્યિલ મીડિયામાં વાયરલ થઇ રહેલ સેગ્વે ઈ-બાઇક ચલાવતા સાધુના વિડીઓની કનેક્ટ ગુજરાતની ટીમે કરી પુષ્ટિ, આવો જાણીએ શું છે આ સાધુ ની કહાની.

ગિરનારના એક સાધુ પણ આધુનિક સેગવે ઈ-બાઇકની સવારી કરી રહ્યા છે. સાધુના એક સેવકે દિલ્હીથી બાપુને બાઈકની ભેટ આપતા પ્રહલાદ ગીરીબાપુ ભવનાથમાં સૌપ્રથમ સેગવે ઈ-બાઇક ધરાવનારા એક માત્ર સાધુ બની ગયા છે અને આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે.

ભવનાથનું નામ પડે એટલે મહાદેવ સાધુ અને ગિરનાર પરિક્ષેત્રમાં યોજાતા મેળાઓ યાદ આવી જતા હોય છે. ભવનાથ આવીને સાધુને પોતાના ગુરૂ માનીને સાધુને ગુરૂ પૂજન કરતા હોય છે. ગુરૂ બનાવેલા સાધુઓને તેમની શક્તિ અને ભક્તિ મુજબ ગુરુદક્ષિણા પણ આપતા હોય છે. ત્યારે ભવનાથમાં બિરાજમાન પ્રહલાદ ગીરીના દિલ્હી નિવાસી એક સેવકે બાપુને સેગવે ઈ બાઈક ભેત પ્રસાદના રૂપમાં અર્પણ કરી છે.

સેગવે ઈ બાઈક ધરાવતા ભવનાથ ક્ષેત્રના પ્રહલાદ ગીરીબાપુ સંપ્રદાયના પ્રથમ સાધુ બન્યા છે. સેવક દ્વારા ભેટમાં મળેલી સેગવે ઈ બાઈક લઈને પ્રહલાદગીરીબાપુ ભવનાથમાં લોકોની પસંદગી બન્યા છે. સામાન્ય સંજોગોમાં બાઈક યુરોપના દેશોમાં ખૂબ જ પ્રચલિત છે. ભારતમાં હવે તેનું ધીમે-ધીમે આગમન થઈ રહ્યું છે. બાઈકના માધ્યમથી કોઈપણ વ્યક્તિ તેના શરીર અને મગજ સાથેનો અદભુત સંતુલન સાધીને તેની મજા માણી શકે છે.

સાધુ પ્રહલાદગીરી મન અને શરીરના સંતુલનને મહત્વ આપે છે. સેવક દ્વારા ભેટમાં મળેલી આ સેગવે ઈ બાઈક માત્ર પ્રહલાદ ગીરીબાપુ પૂરતી જ મર્યાદિત નથી. ભવનાથ પરિક્ષેત્રમાં આવતા યાત્રિકો અને ભક્તો માટે પણ પ્રહલાદ ગીરીબાપુ આ બાઈક ચલાવવાનો આગ્રહ કરી રહ્યા છે. ભવનાથ આવતા ઘણાખરા સેવકો અને ભક્તોએ પણ પ્રહલાદ ગીરીબાપુ પાસે રહેલી સેગવે ઈ બાઇકની રાઇડ કરી છે.પ્રહલાદ ગીરીબાપુના જણાવ્યાં અનુસાર સાધુ જીવનમાં મન અને શરીર સાથેનું સંતુલન કાયમ રહેવું જરૂરી અને અગત્યનું છે. આ સેગવે ઈ બાઈકની મદદથી શરીર અને મન સાથેના સંતુલનને સાધવા માટે ખૂબ જ સરળતા રહે છે.

Next Story