Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : સોનારડી ગામે ગ્રામસભા બની લોહિયાળ, ભત્રીજાએ કરી કાકાની હત્યા

જુનાગઢ : સોનારડી ગામે ગ્રામસભા બની લોહિયાળ, ભત્રીજાએ કરી કાકાની હત્યા
X

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સોનારડી ગામે યોજાયેલ ગ્રામસભામાં ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચે ગૌચરમાં બિન કાયદેસર રેતીના જથ્થા મામલે ઝઘડો થયો હતો. જેમાં સભા પુરી થયા બાદ ઉગ્ર વિવાદ થતાં ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં કૌટુંબિક ભત્રીજા સહિતના ૬થી ૭ શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે કાકાની હત્યા કરી નાખી હતી. જ્યારે એક મહિલા સહિત ૩ ગંભીર રીતે ઘવાતા તમામને સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા.

વંથલી તાલુકાના સોનારડી ગામે ગત મોડી રાત્રે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી અધિકારીઓ, ગામના સરપંચ, સભ્યો સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગામના જ ૬૦ વર્ષીય દિલાવર ઉર્ફે દાદા મહંમદ પલેજાને તેના એક કૌટુંબિક ભત્રીજા સાથે ગૌચરમાં બિન કાયદેસર રેતીના જથ્થા મામલે બોલાચાલી થઈ હતી. બાદમાં સભા પુરી થયા બાદ ફરી આ મુદ્દે ચર્ચા જાગતા બન્ને પક્ષે મામલો ઉગ્ર બન્યો હતો. ભત્રીજા સહિતના ૬થી ૭ શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ઝઘડો થતાં છોડાવવા વચ્ચે પડેલ અન્ય લોકો પણ ઘવાયા હતા.

આ હુમલામાં ૪ જેટલા લોકોને ઇજા પહોચતા તેઓને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દિલાવર પલેજાનું મોત નીપજ્યું હતું. મરિયમબેન અને અજીમ પલેજા સહિત ૩ વ્યક્તિ સારવાર હેઠળ છે. જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવના પગલે બોલાચાલી થતા હાજર અધિકારીઓ સ્થળ પરથી ભાગી ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હત્યા મામલે વંથલી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story