Top
Connect Gujarat

જૂનાગઢ માં હત્યા ને લઈ રઘુવંશી સમાજ દ્વારા જૂનાગઢ એસ.પી ને આવેદન

જૂનાગઢ માં હત્યા ને લઈ રઘુવંશી સમાજ દ્વારા જૂનાગઢ એસ.પી ને આવેદન
X

ગત.તા 18મે ના રોજ સાંજ ના સમયે જૂનાગઢ ના પોસ વિસ્તાર એવા જલારામ સોસાયટી વિસ્તાર ના તિરૂપતિ એપાર્ટમેન્ટના પર્કિંગમાં HDB બેન્ક ના કર્મચારી એવા રઘુવંશી યુવાન ચિરાગ અશોકભાઈ વિઠલાણી પોતાના ફરજના ભાગ રૂપે બેંક ના કલેકશનમાં ગયેલ ત્યારે તેમના પર આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે બાદ સામી સાંજે તેમના ભાઈ હાર્દિક ને મોટ ને ઘાટ ઉતર્યો હતો અને પરિવારજનો દ્વારા ડેડ બોડી આજ સુધી ન સ્વીકાર્ય હતી.

ત્યારે આ બાબત ને લઈ રઘુવંશી સમાજ દ્વારા જૂનાગઢ એસ.પી. સૌરભ સિંહ ને આવેદન આપવા મા આવ્યું કે જ્યાં સુધી આરોપીઓ ની ધરપકડ કરવા મા નઇ આવે ત્યાં સુધી ડેડ બોડી નહીં સ્વીકારીએ ત્યારે જૂનાગઢ એસ.પી એ આરોપીઓ ને જલ્દથી ધરપકડ કરીશુ તેવા આશ્વાસન આપ્યા હતા ત્યારે રઘુવંશી સમાજ ના લોકો એ ડેડ બોડી સ્વીકારી છે.

Next Story
Share it