જૂનાગઢ: સાસણ ગીરમાં વહેલી સવારે પહોંચ્યા ગુજરાતના સી.એમ.વિજય રૂપાણી

74

સાસણ ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની ધર્મપત્ની સાથે આવી પોહચ્યા હતા અને લોકાપર્ણ કર્યું હતું, ગીર હાઈ ટેક ટેક્નિકલ યુનિટ, લાયન એમ્બ્યુલન્સ, લાયન કોરેન્ટાઇન ઝોન, ગીર રેસ્ક્યુ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ તકે તેમની સાથે તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી, રાજ્યના વન મંત્રી ગણપત વસાવા સહિત જુનાગઢના સીસીએફ ડી.ટી. વસાવડા સહિતના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગીર સોમનાથમાં વિજય રૂપાણીનો બે દિવસનો કાર્યક્રમ હતો. ત્યારે આજે વહેલી સવારે સાસણ ખાતે સિંહ દર્શન કર્યા હતા. બાદમાં સાડા દસ કલાકે વિવધ લોકાર્પણ કર્યા હતા. ખાસ ગીરના સિંહો માટે એક કરોડની કિંમતની એવી ૪ એમ્બ્યુલન્સ રાજ્યના અલગ-અલગ ફોરેસ્ટ ડિવિઝનમાં મૂકવામાં આવશે તેમ પણ આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY