Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ: સ્ટ્રીટલાઇટો ફીટ કરતી વેળા સીડી તૂટી પડતા કર્મચારીને ઇજા

જૂનાગઢ: સ્ટ્રીટલાઇટો ફીટ કરતી વેળા સીડી તૂટી પડતા કર્મચારીને ઇજા
X

જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટ્રીટલાઈટ શાખાના કર્મચારીઓ જન્માષ્ટમીના તહેવારને લઈને સ્ટ્રીટ લાઇટો ફીટ કરતા હતાં. ત્યારે સ્ટ્રીટ લાઈટ ફીટ કરવા માટે વપરાતાં વાહનમાં આવેલી સીડી તુટી પડતાં ધર્મેશ વઘાસીયા નામનો કર્મચારી નીચે પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમના સાથી કર્મચારી તાત્કાલિક તેમને હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયાં હતાં.

ઇજાગ્રસ્ત ધર્મેશ વઘાસીયાને હાથના બે કટકા થયા હતા છતાં કોઈ જવાબદાર અધિકારી પણ તેમના સુધી પહોંચ્યો ન હતો.આ સ્ટ્રીટ લાઈટની સીડી ૪૦ હજારના ખર્ચે બનાવવામાં આવી છે. આ સીડી બની તેને આઠ દિવસ પણ પૂર્ણ નથી થયા. ત્યારે જ કર્મચારીનો ભોગ સીડીએ લીધો હતો અને તંત્રની લાપરવાહી પણ સામે આવી રહી છે.આવા નબળા કામોને લઈને કર્મચારીઓનો ભોગ લેવાઈ રહ્યો છે અને કોઈ અધિકારી પણ કર્મચારીને તબિયત પૂછવા પણ આવ્યું ન હતું. હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું હવે તંત્ર કોઈ કામ કરશે સારા કે પછી કર્મચારીઓના વારંવાર ભોગ લેવાતા રહેશે.

Next Story