Top
Connect Gujarat

જેકી શ્રોફ કારકિર્દીમાં પ્રથમ વખત ગુજરાતી ફિલ્મમાં કામ કરશે

જેકી શ્રોફ કારકિર્દીમાં પ્રથમ વખત ગુજરાતી ફિલ્મમાં કામ કરશે
X

જેકી શ્રોફે બોલીવૂડમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ અભિનેતા પોતાની માતૃભાષાની ફિલ્મમાં કામ કરશે.

અભિનેતાની કારકિર્દીની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ હશે. '' મને ખુશી છે કે અંતે હું મારી માતૃભાષાની ફિલ્મમાં કામ કરવાનો છું. મારા ચાહકો અને દર્શકોની મારી પાસેથી જે ઇચ્છા છે તે હું સંતોષી શકું, તેમ જેકીએ જણાવ્યું હતું.

વાસ્તવમાં જેકીએ પ્રિયંકા ચોપરાનાં બેનર હેઠળ બનેલી મરાઠી ફિલ્મ વેન્ટીલેટરની ગુજરાતી રિમેકમાં કામ કરવાની હા ભણી દીધી છે. આ પહેલી તક હશે જયારે જેકી ગુજરાતી ફિલ્મમાં કામ કરતો જોવા મળશે.

આ ફિલ્મમાં તે મરાઠી ફિલ્મમાં આશુતોષ ગોવારીકરે ભજવેલું પાત્ર ભજવશે. આ ફિલ્મને ઉમંગ વ્યાસ દિગ્દર્શિત કરશે. આ ફિલ્મની રિમેક નિરેન ભટ્ટે લખી છે. જેમાં તેને કરણ વ્યાસનો પણ સાથ મળ્યો છે.

Next Story
Share it