જેલીસ ક્રૂઝ” : 140 નોટિકલ માઈલનું અંતર કાપી 12 કલાકમાં દીવથી મુંબઈ પહોચાડશે મુસફારોને

મુંબઇથી દીવ સુધી ક્રુઝ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 1670 પેસેન્જરની કેપેસિટી ધરાવતા જેલીસ ક્રુઝમાં મનોરંજન સહિત ભોજનની વિશેષ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. પ્રથમ મુસાફરીમાં 385 જેટલા પ્રવાસીઓ ક્રુઝ મારફતે દીવ પહોંચતા પ્રસાસન દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવ ધીમે ધીમે વિશ્વ ફલક પર આવી રહ્યું છે, ત્યારે દીવ પ્રવાસનને હવે વધુ વેગ મળશે. મુંબઇથી દીવ અત્યાધુનિક ક્રુઝ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ક્રૂઝમાં પ્રથમ દિવસે જ 385 જેટલા પ્રવાસીઓ મુંબઇથી દીવ આવી પહોંચતા પ્રસાસન દ્વારા તમામ પ્રવાસીઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ક્રૂઝમાં સફર કરી આવનારા પ્રાવસીઓએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, ક્રૂઝની સફર શાનદાર અને આહલાદક તેમજ આરામ દાયક રહી છે.
દીવ ખાતે આવેલ જેલીસ ક્રુઝના મેનેજર વીપીન ચૌધરીના જણાવ્યા મુજબ મુંબઇ અને દીવ વચ્ચે 140 નોટિકલ માઈલનું અંતર છે. 1670 પેસેન્જરની કેપેસિટી ધરાવતું ક્રુઝનો પર પરસન્ટ ચાર્જ મુંબઇથી દીવનો 8 હજાર રૂપિયા છે, એટલે કે આવન જાવનના 16000 રૂપિયા થાય છે. ક્રુઝની અંદર મનોરંજન અને ભોજન સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. ક્રૂઝ આ મહિનામાં તા. 21 અને 28 એમ હજુ બે વખત દીવ આવશે. મહિનાની અંદર દીવથી મુંબઈની ત્રણ ટ્રીપ કરવામાં આવશે. મુંબઈથી દીવ પહોંચતા ક્રુઝને આશરે 12 કલાકનો સમય લાગે છે.
અત્રે
મહત્વની વાત એ છે કે, દીવથી મુંબઇ વચ્ચે ક્રુઝ સેવાના પ્રારંભે જ 385 જેટલા પ્રવાસીઓ તેનો લાભ
લીધો હતો. પરંતુ જેલીસ ક્રુઝ સેવા લાંબા ગાળા સુધી ચાલે છે કે, પછી દહેજ-ઘોઘા રો
રો ફેરી સર્વિસની જેમ અવાર નવાર બંધ થશે, તે હવે જોવું
રહ્યું.