ભારતીય જનતા પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, જેપી નડ્ડા ભાજપના કાર્યકારી અધ્યક્ષ હશે. આ બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ, નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, જેપી નડ્ડા સહિતનાં સભ્યો હાજર રહ્યા હતા

ભાજપની સંસદીય દળની બેઠક બાદ રાજનાથ સિંહે કહ્યું કે, અમે અમિત શાહની અધ્યક્ષતામાં અનેક ચૂંટણીઓ જીતી છે. પણ વડા પ્રધાને તેમને ગૃહમંત્રી બનાવ્યા બાદ, અમિત શાહે સામેથી કહ્યું કે, હવે પાર્ટી અધ્યક્ષની જવાબદારી અન્ય કોઈને સોંપવામાં આવે. જે બાદ બીજેપી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જેપી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કરાયો હતો.

જો કે અમિત શાહ આગામી 6 મહિના સુધી પાર્ટી અધ્યક્ષ બની રહેશે. અને તેમના માર્ગદર્શનમાં જેપી નડ્ડા કાર્યભાર સંભાળશે

LEAVE A REPLY