Connect Gujarat
ગુજરાત

જ્યંતી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત

જ્યંતી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત
X

જ્યંતી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી આજે સવારે અટકાયત કરાઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ભાજપના બે નેતા જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે ચાલી રહેલી લડાઈ ચરમસીમાએ પહોંચતા છબીલ પટેલે ભાડૂતી શુટરો મારફતે જયંતિ ભાનુશાળીની સયાજીનગરી એકસપ્રેસમાં હત્યા કરાવી નાખી હતી.હત્યા બાદ જાન્યુઆરીથી ફરાર છબીલ પટેલ ઉપર પોલીસની ભીંસ વધતા છબીલના પુત્ર સિધ્ધાર્થ પટેલે એસઆઈટી સામે શરણાગતી સ્વીકારી હતી. હવે ખુદ છબીલ પટેલે પણ એસઆઈટી સમક્ષ શરણાગતિ સ્વીકારી છે આજે સવારે 4વાગે અમદાવાદ એરપોર્ટ પર છબીલ પટેલની અટકાયત કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

જયંતિ ભાનુશાળીની હત્યા કરવા માટે છબીલ પટેલે કાવતરૂ ઘડીને જયંતિની સ્ત્રી મિત્ર મનીષા ગોસ્વામી અને તેના બોયફ્રેડ ભાઉની મદદથી પુનાના બે ગેંગસ્ટરને જયંતિ ભાનુશાલીની હત્યા કરવાનું કામ સોંપ્યુ હતું. જો કે હત્યામાં પોતાની સંડોવણી નથી તેવુ દર્શાવવા છબીલ પટેલે બીજી જાન્યુઆરીએ જ ભારત છોડી દીધુ હતું. અને મસ્કત ચાલ્યા હતા.છબીલની મસ્કત જવાની ટિકિટ તેમના પુત્ર સિધ્ધાર્થે જ કરાવી આપી હતી. અને 29મી જાન્યુઆરીની રિર્ટન ટિકિટ પણ કરાવી હતી. જો કે જયંતિની હત્યા બાદ ફરિયાદમાં જ છબીલનું નામ જાહેર થઈ જતા, છબીલ પટેલ મસ્કતથી દોહા અને ત્યાંથી અમેરિકા જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે છબીલનો પુત્ર સિધ્ધાર્થ ગોવા જતો રહ્યો હતો.

તેને આગોતરા જામીન માટેની અરજી પણ કરી હતી. જો કે કોર્ટે આ અરજી નકારી કાઢી હતી. ત્યારે છબીલનો પુત્ર સિદ્ધાર્થ ગત શનિવારે સીટ સમક્ષ હાજર થઈ ગયો હતો. અને સોમવારે તેને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના જામીન પણ મંજૂર કર્યા હતા. આજે તેના જામીન પૂર્ણ થયા બાદ જેલમાં ધકેલાયો હતો. ત્યારે હવે છબીલ પટેલ પણ સીટ સમક્ષ હાજર થયો છે સીટ ના અધિકારીઓ દ્વારા તેની કડક પૂછપરછ શરૂ કરાઇ છે.

Next Story