Connect Gujarat
ગુજરાત

ઝઘડિયાના ઉમલ્લા ગામે બુટલેગરને વિદેશી દારૂનો જથ્થો આપ્યા બાદ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

ઝઘડિયાના ઉમલ્લા ગામે બુટલેગરને વિદેશી દારૂનો જથ્થો આપ્યા બાદ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
X

વિદેશી દારૂની ૩૮૪ નંગ બોટલો, મોબાઈલ, ઇકો ગાડી સાથે કુલ ૧૮૯૯૦૦નો મુદ્દામાલ ઉમલ્લા પોલીસે જપ્ત કર્યો

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસે બાતમીના આધારે ઉમલ્લા

ગામમાં ડેડિયાપાડાથી વિદેશી દારૂનો જથ્થો ડિલિવરી આપવા આવેલ બે ઈસમોને ઝડપી લીધા

છે અને તેમની પાસે થી અને ઉમલ્લા ના બુટલેગર પાસે થી મળી કુલ ૩૮૪ નંગ વિદેશી

દારૂની બોટલો જેની કિંમત ૩૮૪૦૦ તથા ઇકો ગાડી, મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૮૯૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ડેડિયાપાડાના બંને

બુટલેગરોને ઝડપી લઇ ત્રણ વિરૃદ્ધ ગુનો નોંધ્યો છે.

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસને બાતમી મળી હતીકે

ગામના ખડકી ફળિયામાં એક ઇકો ગાડીમાંથી વિદેશી દારૂ ખાલી કરે છે. પોલીસે ખડકી

ફળિયામાં છાપો મારવા જતી વેળા ઇકો ગાડી સામે મળી હતી જેને ઉભી રાખી તપાસતા તેમાંથી

૧૪૪ નંગ વિદેશી દારૂની મળી આવી હતી. ઝડપાયેલ ડેડિયાપાડાના બુટલેગર ચન્દ્રસિંગ

કુંવરજી વસાવા અને આશિષ સુભાષ દેશમુખને વધુ પૂછતાછ કરતા તેને જણાવ્યું હતુંકે ખડકી

ફળિયામાં રહેતા કલ્પેશ રમેશ વસાવાને વિદેશી દારૂનો જથ્થો આપ્યો છે. પોલીસે ખડકી

ફળિયામાં કલ્પેશને ત્યાં છાપો મારતા જૂની અડારીમાં ખાડો કરી મીણીયા કોથળા દાટેલા મળી

આવ્યા હતા જેમાં ૨૪૦ નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઉમલ્લા પોલીસે ઇકો

ગાડી માંથી અને ખડકી ફળિયામાંથી મળી કુલ ૩૮૪ નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત

૩૮૪૦૦ તથા મોબાઈલ, ઇકો ગાડી મળી ૧૮૯૯૦૦

નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ડેડિયાપાડાના બે બુટલેગર (૧) ચન્દ્રસિંગ

કુંવરજી વસાવા (૨) આશિષ સુભાસભાઈ દેશમુખ બંને રહેવાસી સૂકા આંબા ડેડીયાપાડા (૩)

કલ્પેશ રમેશ વસાવા ખડકી ફળિયું ઉમલ્લા વિરૃદ્ધ ગુનો દાખલ કરી કલ્પેશ રમેશની

ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story