Connect Gujarat
ગુજરાત

ઝઘડિયા: બોરીદ્રા ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનને ઢોર માર મારતા યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત

ઝઘડિયા: બોરીદ્રા ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનને ઢોર માર મારતા યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત
X

ઝઘડિયા તાલુકાના ધારોલી ગામના મોહમ્મદ ફૈઝ નામના યુવાનને ગોવાલીથી ધારોલી આવતે વેળા બોરીદ્રા ગામના કેટલાક ઈસમોએ તેને ઉભો રાખી પ્રેમસંબંધની જૂની અદાવત રાખી માર માર્યો હતો. ઈજાગ્રસ્ત મોહમ્મદ ફૈઝને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

જ્યાં તેની હાલત ગંભીર હોવાના અહેવાલ મળ્યા છે. આ ઘટનામાં ભોગ બનનાર મોહમ્મદ ફૈઝ ના મોટા ભાઈ મોહમ્મદ સૈફ એ બોરીદ્રા ગામના અજય વસાવા, વિનય વસાવા, વિકાશ વસાવા, દિનેશ વસાવા, અક્ષય વસાવા તથા બીજા પાંચ થી છ ઈસમો વિરૃદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે યુવાનનું ટૂંકી સારવાર બાદ અંતે મોત નિપજયુ હતું. યુવાનનું મોત નીપજતાં ઝઘડિયા પોલીસે તમામ આરોપીઓ વિરૂધ હત્યાની કલમનો ઉમેરો કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story
Share it