Top
Connect Gujarat

ઝઘડીયાનાં તલોદરા ગામ માંથી વિદેશી શરાબનો ઝડપાયો

ઝઘડીયાનાં તલોદરા ગામ માંથી વિદેશી શરાબનો ઝડપાયો
X

ઝઘડીયા તાલુકાનાં તલોદરા ગામમાં પોલીસે રેડ કરીને બુટલેગર દ્વારા સંતાડવામાં આવેલ વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો.

ઝઘડીયા પોલીસ મથકનાં પીઆઇ જે.જે. વસાવા અને તેમની ટીમે ચોકકસ બાતમીનાં આધારે તલોદરા ગામમાં વિદેશી દારૂનો વેપલો કરતા નિકેશ જસવંતલાલ મોદી દ્વારા જ્યાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો તે જગ્યા પર રેડ કરી હતી.પોલીસની રેડમાં વિદેશી દારૂ અને બિયર મળીને કુલ બોટલ નંગ 3300 કિંમત રૂપિયા 2,42,580નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જોકે બુટલેગર નિકેશ મોદી પોલીસને હાથ લાગ્યો ન હોતો. જેની શોધખોળ પોલીસે શરુ કરી છે.

Next Story
Share it