Connect Gujarat
ગુજરાત

ઝઘડીયાના સુલતાનપુરામાં ૩ વર્ષથી લીકેજ સુએજ લાઇન થી રોગચાળાની ભીતી

ઝઘડીયાના સુલતાનપુરામાં ૩ વર્ષથી લીકેજ સુએજ લાઇન થી રોગચાળાની ભીતી
X

સુએજ લાઇન લીકેજ ના પગલે છાત્રાલયના બાળકો તેમજ આસપાસના સ્થાનિકોનું સ્વાસ્થય જોખમાય તેવી પરિસ્થીતિ

ઝઘડીયાના સુલતાનપુરા વિસ્તારમાં આવેલ નવી નગરી પાસે પસાર થતી સુએજ લાઇનમાં ભંગાણના કારણે મળ, મુત્ર રસ્તા ઉપર વહેતા અતિદુર્ગંધના પગલે સ્થાનિકો તેમજ છાત્રાલયના વિદ્યાર્થીઓનું સ્વાસ્થય જોખમાવા સાથે તેઓને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

સ્થાનિકો દ્વારા આ અંગે છેલ્લા ત્રણ વર્ષથી તુટેલ લાઇનના સમારકામ કરાવવા માટે સરપંચ, ઉપસરપંચ, ટી.ડી.ઓ તેમજ પ્રાંત અને મામલતદારને રજૂઆતો કરાઇ હોવા છતાં સમસ્યા હલ ના થતા રોષ ફેલાવા પામ્યો છે.તેમના જણાવ્યાનુસાર ઝઘડીયા સુનતાનપુરા નવી નગરી કુમાર આશ્રમની સામે છેલ્લા ત્રણ વર્ષથી સુએજ લાઇન તુટી જાય છે જેના લીકેજ થી ખુબ જ દુર્ગંધ આવે છે.જેના કારણે કોલેરા ટાઇફોડ, ડાયેરીયા, મેલેરીયા સહિત બીજા અનેક રોગ થવાની સંભાવનાવો વધવા પામી છે.

વળી આ લાઇન સામે જ આદિવાસી કુમાર છાત્રાલય આવેલ હોઇ તેમાં અભ્યાસ કરી રહેતા ૭૦ જેટલા બાળકો સહિત આસપાસની મહીલાઓ,બાળકોને મોંઢે રૂમાલ રાખી આવન-જાવન કરવું પડે તેવી સ્થીતીનું નિર્માણ થવા પામ્યું છે અને આ તુટેલ લાઇનના પગલે રસ્તા બનાવવા પણ શક્ય બનતા નથી.જેથી તાકીદે આ લાઇનનું સમારકામ થાય તેવી માંગ પણ કરવામાં આવી છે.

Next Story
Share it