Top
Connect Gujarat

ઝઘડીયા જનતાદળનાં આગેવાન રવજી વસાવા સહિતનાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

ઝઘડીયા જનતાદળનાં આગેવાન રવજી વસાવા સહિતનાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
X

ભરૂચનાં પંડિત ઓમકારનાથ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી મોરચાની કારોબારી યોજાઈ હતી, જેમાં ઝઘડીયા જનતાદળનાં આગેવાન રવજી વસાવા અને બીટીએસનાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.

ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આદિવાસી મોરચાની કારોબારી યોજાઈ હતી.

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, સહિતનાં ભાજપનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કારોબારી દરમિયાન ઝઘડીયા જનતાદળને ભારે ફટકો પડયો હતો. ઝઘડીયા તાલુકાનાં તલોદરા ગ્રામ પંચાયતનાં સરપંચ રવજી પટેલે જનતાદળ માંથી પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા, અને તેમને મંત્રી ગણપત વસાવાએ ભાજપનો ખેસ પહેરાવીને આવકાર આપ્યો હતો.

રવજી વસાવા ઉપરાંત તેઓના પુત્ર દિનેશ વસાવા સહિત 400 કાર્યકર્તાઓ પણ ભીલીસ્તાન ટાઇગર સેનાને છોડીને ભાજપમાં જોડાયા હતા.

Next Story
Share it