Connect Gujarat

ઝારખંડમાં શાહની અગ્નિપરીક્ષા, બળવાખોરોનો પડકાર તો ક્યાંક પોતાનાઓ સાથે જ લડાઈ!

ઝારખંડમાં શાહની અગ્નિપરીક્ષા, બળવાખોરોનો પડકાર તો ક્યાંક પોતાનાઓ સાથે જ લડાઈ!
X

ગઈકાલ સુધી રઘુવરદાસની સરકારમાં રહેલા સરયુ રાય આજે

મુખ્યમંત્રી સમક્ષ ઉભા થયા છે. મંત્રી પરિષદ અને વિધાનસભામાંથી રાજીનામું આપ્યા

બાદ સરયુ રાયે લાવ લશ્કર સાથે જમશેદપુર પૂર્વ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી

છે. રાજ્યની ઘણી બેઠકો પર ભાજપ આજસૂના ઉમેદવારો સાથે સીધી લડતનો સામનો કરવા જઈ રહી

છે.

હરિયાણામાં પરાજિત થતાં થતાં બચેલી ભાજપની સૌથી મોટી

કસોટી ઝારખંડમાં થશે, જે ગઠબંધનના જોરે

લોકસભાની ચૂંટણીમાં એનડીએએ એકપક્ષી રીતે જીત મેળવી હતી તે ખરાબ રીતે વિખેરાઈ ગઈ

છે. પહેલા એલજેપીએ તેનો ખોળો ખંખેરયો અને ત્યારબાદ આજસૂએ રસ્તો અલગ કરી લીધો.

દરમિયાન, બળવાખોર ઉમેદવારો

ભાજપ માટે માથાનો દુખાવો બની રહ્યા છે. સૌથી મોટી ઘેરાબંદી મુખ્યમંત્રી રઘુવરદાસને

લઈને ચાલી રહી છે. કોંગ્રેસે તેમની સામે ફાયર બ્રાન્ડ પ્રવક્તા ગૌરવ બલ્લભને

મેદાનમાં ઉતાર્યા છે, તો એક વખતના નરમગરમ

નેતા સરયુ રાયને ભાજપે ટિકિટ નહીં આપી તો તે હવે બળવાખોર બનીને ભાજપના માર્ગે ઉભો

થઈ ગયો છે, તેમણે સીધા જ

મુખ્યમંત્રી રઘુવરદાસને પડકાર આપ્યો છે.

સરયુ રાયને સમર્થન આપવા માટે, સમગ્ર વિપક્ષ એકત્રીત થવામાં લાગ્યા છે. અને વિચાર એ

પણ ચાલી રહ્યો છે કે તેમને સંપૂર્ણ વિપક્ષ તરફથી ઉમેદવાર બનાવવામાં આવે. સવાલ એ છે

કે જે બે વિધાનસભાની ચૂંટણીમાં અપેક્ષિત સફળતા પ્રાપ્ત ન કરી શકનાર ભાજપ માટે

ઝારખંડની રણનીતિ શું છે?

પોતાનાઓથી જ પોતાની લડાઈ

ગઈકાલ સુધી રઘુવરદાસની સરકારમાં રહેલા સરયુ રાય આજે

મુખ્યમંત્રી સમક્ષ ઉભા થયા છે. મંત્રી પરિષદ અને વિધાનસભામાંથી રાજીનામું આપ્યા

બાદ સરયુ રાયે જમશેદપુર પૂર્વ વિધાનસભા બેઠક પરથી લાવ લશ્કર સાથે ઉમેદવારી નોંધાવી

છે. રાજ્યની ઘણી બેઠકો પર ભાજપ AJSU ના ઉમેદવારો સાથે

સીધી લડતનો સામનો કરવા જઈ રહી છે. એજેએસયુના વડા સુદેશ મહાટો મોટાભાગની બેઠકો પર

ચૂંટણી લડી રહ્યા છે. પાસવાનની લોક જનશક્તિ પાર્ટી પણ અપ્રત્યક્ષ રીતે ભાજપનું જ

નુકશાન કરશે.

સ્થાનિક મુદ્દાઓ પર ભાર

ઝારખંડમાં બદલાયેલા સંજોગોમાં ભાજપે પોતાની વ્યૂહરચના

બદલી છે. મોટાભાગનાં સ્થળોએ, તેઓએ સ્થાનિક

મુદ્દાઓ અને જાતિના સમીકરણો અનુસાર ઉમેદવારોની પસંદગી કરી છે. આ સાથે, તેમના નેતાઓ આશા રાખે છે કે આક્રમક પ્રચાર સાથે, તેઓ રાજકીય પરિસ્થિતિને તેમની તરફેણમાં કરવા સફળતા

મેળવશે.

મોદી નામ માત્ર

વિપક્ષની રણનીતિની વચ્ચે, ભાજપને તેના ટ્રમ્પકાર્ડ એટલે કે પીએમ નરેન્દ્ર મોદીના નામ પર સંપૂર્ણ વિશ્વાસ છે. દરેક ચૂંટણીની જેમ આ વખતે પણ વડા પ્રધાન મોદીની ધૂંઆધાર રેલીની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત ભાજપ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ પણ મોટી સંખ્યામાં ચૂંટણી રેલી કાઢવાના છે. અમિત શાહે તો સપ્ટેમ્બરમાં જ ઝારખંડ મુક્તિ મોરચાના ગઢ સાંથલ પરગણાના જામતારામાં ભાજપના જોહર જન આશિર્વાદ યાત્રાની શરૂઆત સાથે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. તેમણે રઘુવરદાસના નેતૃત્વ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભાજપની સ્ટાર નીતિ

પીએમ અને અમિત શાહ સિવાય ભાજપ ઝારખંડમાં તેના સ્ટાર

પ્રચારકોની આખી સૈન્ય તૈનાત કરી રહી છે. પાર્ટીએ જેપી નડ્ડા, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, બી.એલ. સંતોષ, રઘુવરદાસ, યોગી આદિત્યનાથ, અર્જુન મુંડા, પ્રહલાદ જોશી, રવિશંકર પ્રસાદ, ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્તાર અબ્બાસ નકવી, સ્મૃતિ ઈરાની સહિત 40 સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. સ્ટારમાં થી

રાજનેતા બનેલા મનોજ તિવારી, સન્ની દેઓલ, રવિ કિશનના નામ પણ શામેલ છે.

Next Story
Share it