ઝારખંડના રામગઢ જિલ્લામાં એક ભયાનક રોડ અકસ્માત થયો હતો. રામગઢ જિલ્લાના કુજૂમાં રાંચી-પટના ફોરલેન પર થયેલ એક રોડ અકસ્માતમાં એખ જ પરિવારના ૧૦ લોકોના મૃત્યુ થયા હતા. શનિવાર સવારે કુજૂમાં ઈનોવા અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં ત્રણ મહિલા, ત્રણ બાળકો અને ચાર પુરુષોનો સમાવેશ થાય છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઈનોવા અને ટ્રક વચ્ચે એટલી ભયંકર ટક્કર થઈ હતી કે ગાડીના કુચ્ચે-કુચ્ચા ઉડી ગયા હતા. ઘટનાસ્થળ પર જ એક જ પરિવારના તમામ સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

LEAVE A REPLY