ઝાલોદ :વરોડ ખાતે ટોલટેક્ષમાં સ્થાનિકોને માફી ન મળતા વિરોધ સાથે ધારાસભ્યે આપ્યું આવેદન

77

આજ રોજ ઝાલોદ તાલુકાના વરોડ ગામે હાઇવે પર નેશનલ હાઇવે પર ટોલ ટેક્ષ ઉઘરાવતા સ્થાનિકોને ફ્રી પાસ નહિ આપતા અને સ્થાનિક લોકો ,આદિવાસી સમાજનાં આગેવાનો સાથે ઝાલોદનાં ધારાસભ્ય ભાવેશભાઈ કટારાએ વિરોધ દર્શાવી ને ઝાલોદ SDMને આવેદનપત્ર આપ્યું

ઝાલોદ તાલુકાના વરોડ ગામે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેના વિરોધ માં આજ રોજ ઝાલોદ કૉંગ્રેસ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેના અનુસંધાને હાઇવે ઓથોરિટી અધિકારી સાથે ૧૫મીનાં રોજ બેઠક રાખી જે કોઈ આવેદનપત્રમાં રજુઆત કરવામાં આવી છે.આ માંગણીનાં અનુસંધાને બેઠક રાખવામાં આવી છે. તે બેઠકમાં ચર્ચા થયેથી જે કોઈ નિર્ણયો લેવામાં આવશે. સ્થાનિકો દ્વારા ૨૦ કિલોમીટર સુધીનાં રહેવાસીઓની ટોલ ટેક્સ ફ્રી ની માંગણી છે

દાહોદ થી નિમ્બાહેડા હાઇવે પર, જુના હાઇવે પર ૪ લેન નો ખોટી રીતે ટેક્સ વાસુલવાનો આવે છે. જે બાબતે માનનીય પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત પણ કરવામાં આવી છે કે સ્થાનિકલોકોને લીમડી ઝાલોદના લોકોને ટોલટેક્સ માંથી મુક્તિ આપવામાં આવે જો આવનાર સમયમાં મુક્તિ આપવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની કરાશે, ટોલ ટેક્સ પર ચક્કાજામ કરાશે, ટોલ નાકા વાળાએ જે હાઇવે બનાવ્યો છે એમાં ઘણી ક્ષતિ રાખી છે. જેથી ઘણા એક્સિડન્ટ પણ થયા છે.

હાલ સરકાર દ્વારા ઝાલોદ તાલુકાનાં વરોડ ગામે ટોલટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે. તેના બદલામાં ઝાલોદ પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરકાર પાસે માંગણી કરેલ છે ઝાલોદ તાલુકાના તમામ સ્થાનિક વાહનોને ફ્રી પાસ આપવામાં આવે નહિ તો તા.૧૫/૦૧/૨૦૧૯ બાદ ઉગ્ર આંદોલન અને હાઇવે જામ કરીશું એમાં ઘટના બનશે તેની જવાબદારી સરકારની રહેશે ઝાલોદ તાલુકો અનુસૂચિત પાંચમાં આવે છે. જેથી કોઈ પણ પ્રકાર નો ટેક્ષ સરકાર કે સંસ્થાઓ ઉઘરાવી શકે નહિ. તેમ છતાં ઉઘરાવતા હોઈ અમે તેનો સખત વિરોધ કરીએ છીએનું સ્થાનિક આગેવાન મુકેશ ડાંગીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY