Connect Gujarat
ગુજરાત

ટંકારીયા ગામે યોજાયો શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ કાર્યાલયનો ઉદઘાટન સમારોહ

ટંકારીયા ગામે યોજાયો શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ કાર્યાલયનો ઉદઘાટન સમારોહ
X

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં લહેરી સ્ટ્રીટમાં રવિવારના રોજ નવનિર્મિત હજરત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ કાર્યાલયનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો.

આ કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુર્અાન શરીફથી કરવામાં અાવ્યો હતો. ત્યારબાદ ટંકારીયા જામે મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના અબ્દુલ રઝ્ઝાક અશરફીએ હાજરજનોને ટ્રસ્ટના હેતુઓ વિશ રસપ્રદ માહિતી અાપતા જણાવ્યું હતું કે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટનો મુખ્ય હેતુ સમાજના ગરીબ વર્ગના લોકોને મદદરૂપ બનવા જેમ કે દસમા તથા બારમા ધોરણમાં સારા ગુણ મેળવી ઉત્તીર્ણ થનાર છાત્રોને ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવા, શિયાળાની ઋતુમાં જરૂરતમંદ ગરીબ લોકોને શાલ, કંબલ, સ્વેટર વિનામુલ્યે વિતરણ કરવા, માસમાં એકવાર મહિલાઓ માટે ઇજતેમા યોજી અાલિમા દ્વારા સમાજલક્ષી સુધારણા બાબતે અવગત કરાવવા, દર વર્ષે વૃક્ષારોપણ કરી એનું જતન કરવા, તેમજ કુદરતી અાપત્તિઓ વખતે મદદરૂપ બનવા સહિતની ટ્રસ્ટની ઘણી બધી સેવાઓ વિશે રસપ્રદ માહિતી પુરી પાડી હતી.

સામાજિક કાર્યકર અબ્દુલ કામઠીએ પણ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની સમાજલક્ષી નિસ્વાર્થ સેવાઓની ખુબ જ સુંદર માહિતી હાજરજનોને પુરી પાડી હતી. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ કાર્યાલયનું મૌલાના અબ્દુલ રઝ્ઝાક અશરફીએ રીબીન કાપી ઉદઘાટન કર્યુ હતું.

અંતમાં મૌલાના અબ્દુલ રઝ્ઝાક અશરફીએ દુઅા ગુજારી કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું. અા પ્રસંગે ટંકારીયાના સરપંચ અારીફ પટેલ, ઉપસરપંચ ઉસ્માન લાલન, મકબુલ અભલી, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ સમદ ટેલર શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના અધ્યક્ષ અઝીઝબ અાઇભા, ઉપાધ્યક્ષ અમીન કડા, અારીફ બાપુજી તમામ સદસ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it