Top
Connect Gujarat

ટચૂકડા પડદાની અભિનેત્રી અમિતા ઉદ્રાતાનું નિધન

ટચૂકડા પડદાની અભિનેત્રી અમિતા ઉદ્રાતાનું નિધન
X

ટચૂકડા પડદાની 'અમ્મા એટલે કે અમિતા ઉદ્રાતાનું બુધવારે નિધન થઇ ગયું છે. તે છેલ્લા ચાર દિવસની માંદી હતી અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. તેના ફેંફસા કામ ન કરવાથી મંગળવારે રાતના અમિતાએ અંતિમ શ્વાસ લીધા હતા.

અમિતા છેલ્લા ત્રણ-ચાર દિવસથી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતી. તેનું અવસાન મંગળવારે રાતના લંગ ફેલિયરના કારણે થયું હોવાનું સૂત્રે જણાવ્યું હતું. તેને રૃચિન અને રૃષિભ નામના બે પુત્રો છે જેમાંથી મોટો દીકરો વિદેશ છે અને તે મુંબઇ આવ્યા બાદ ગુરૃવારે અમિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

અમિતાએ પોતાની કારકિર્જીની શરૃઆત ૧૯૬૫-૬૬થી થિયેટરથી કરી હતી. તેણે સરબજીત ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તેણે મહારાણા પ્રતાપ, બાબા ઐસા વર ઢુંઢો, ડોલી અરમાનો સહિત ઘણી સિરીયલોમાં કામ કર્યું છે. છેલ્લે તે કુછ રંગ પ્યાર કે ઐસે શોમાં જોવા મળી હતી. જેમાં તેણે ગ્રે શેડ ભૂમિકા ભજવી હતી.

Next Story
Share it