Connect Gujarat
ગુજરાત

ટેલેન્ટ પુલ યોજનાના ટેલેન્ટેડ લાભાર્થી ડૉ. સ્મિતાલી પટેલે અભ્યાસ કર્યો તે જ ગામમાં બજાવે છે મેડિકલ ઓફિસર તરીકેની ફરજ

ટેલેન્ટ પુલ યોજનાના ટેલેન્ટેડ લાભાર્થી ડૉ. સ્મિતાલી પટેલે અભ્યાસ કર્યો તે જ ગામમાં બજાવે છે મેડિકલ ઓફિસર તરીકેની ફરજ
X

ટેલેન્ટ પુલ યોજનાના ટેલેન્ટેડ લાભાર્થી ડૉ. સ્મિતાલી પટેલે અભ્યાસ કર્યો તે જ ગામમાં બજાવે છે મેડિકલ ઓફિસર તરીકેની ફરજ સેવાયજ્ઞના સહભાગી બનવાની તક મળી તેને ગૌરવપ્રદ ગણાવે છે ડૉ. સ્મિતાલી ગુજરાત રાજયના અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને કારકીર્દી નિર્માણ કરવામાં મદદરૂપ થતી આ યોજનાનો હેતુ એવો છે કે, આવા વિદ્યાર્થીઓ પોતાનું જીવનધોરણ ઊંચુ લાવી શકે અને તેમને નામાંકિત આવાસીય વિદ્યાલયોમાં પ્રવેશ મેળવીને તેમના શિક્ષણની ગુણવત્તા માટે ટેલેન્ટ પુલ નિર્માણ કરવામાં આવે છે.

વડોદરા જિલ્લા અનુસૂચિત જનજાતિ કલ્યાણ નાયબ નિયામક ચાભડીયાએ જણાવ્યું કે, રાજય સરકારની ટેલેન્ટ પુલ યોજના અમલી જેમાં અનુસૂચિત જનજાતિના ધો.૫ અને ધો.૧૦ ના પ્રથમ કે બીજા વર્ગમાં પાસ થયેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનિઓની પ્રવેશપરીક્ષા ગોઠવવામાં આવે છે. આ પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવીને મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને પસંદ કરેલી આવાસીય શાળામાં પ્રવેશ આપવામાં છે.તેમણે વધુમાં કહ્યું કે, રૂ. ૨.૦૦ લાખની આવક મર્યાદા ધરાવતા વાલીઓના સંતાનોને આ યોજના અન્વયે આવરી લેવામાં આવે છે. રૂ. ૨.૦૦ લાખ થી રૂ. ૩.૦૦ લાખ સુધીની આવક વાળા વાલીએ ૫૦% સહાય ભોગવવાની રહેશે.

ટેલેન્ટ પુલ યોજનાના લાભાર્થી અને એક ટેલેન્ટની વાત કરવી છે જેઓ વલસાડના પારડી તાલુકાના ડુમલાવના વતની છે. ડૉ. સ્મિતાલી એચ. પટેલે ટેલેન્ટ પુલ યોજનાનો લાભ લઇ રાજય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, તેઓ અગાઉ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલ પારડી ખાતે અભ્યાસ કરતા હતા. તેમણે સખત મહેનત અને ધગશથી ધો.૧૦માં ૮૦ ટકા મેળવ્યા હતા. ત્યાર પછી તેણે અભ્યાસ માટેની ધગશ અને મહેનત ખંતથી ધો.૧૦ પાસ કર્યા પછી ટેલેન્ટ પુલ માટેની પ્રવેશ પરીક્ષા પણ પાસ કરી.

આ પરીક્ષા પાસ કરવાથી તેમને મોટા ફોફળીયામાં શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સેલ્ફ ફાયનાન્સ શાળામાં ધો.૧૧-ધો.૧૨ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરવાની તક મળી હતી. ત્યારબાદ ડૉ. સ્મિતાલીએ એલ.જી. મેડિકલ કોલેજ મણીનગર અમદાવાદમાં વર્ષ ૨૦૧૧-૨૦૧૬ દરમિયાન એમબીબીએસનો અભ્યાસ કર્યો. રાજય સરકારની દીર્ઘદ્રષ્ટિ અને સમાજના છેવાડાના લોકોને પણ મદદરૂપ થતી યોજનાઓ ખરાં અર્થમાં આર્શિવાદ બની રહે છે. ટેલેન્ટને રાજય સરકારની યોજના થકી માધ્યમ મળી રહે છે.

ડૉ. સ્મિતાલીએ કહ્યું કે, એમબીબીએસ પૂર્ણ થતાં હાલ હું વડોદરાના શિનોર તાલુકાના મોટા ફોફળીયાના છોટુભાઇ અવિચળભાઇ પટેલ આરોગ્ય કેન્દ્ર પર મેડિકલ ઓફિસર તરીકે સેવા આપુ છે. રાજય સરકાર અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ઉત્તમ ઉદાહરણ સમા આ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓના આરોગ્ય માટે સેવાયજ્ઞ ચાલે છે. હું આ સેવાયજ્ઞની સહભાગી બની તે મારા માટે ગૌરવપ્રદ બાબત છે.

ડૉ. સ્મિતાલીએ તેમની લાગણીની વાત આગળ વધારતા કહ્યુંકે, મેં આ જ ગામમાં અભ્યાસ કર્યો અને મારી કારકિર્દીનું ઘડતર થયું છે. મને મોટા ફોફળીયા મારા વતન ડુમલાવ જેટલું વહાલું છે. ડુમલાવ માતૃભૂમિ છે તો મોટા ફોફળીયા ઘડતર અને કર્મભૂમિ છે. મોટા ફોફળીયામાં વતનનું ઋણ ચૂકવવા દાતાઓ આગળ આવે છે અને ગામના ગામલોકોના કલ્યાણ માટે થાય એટલું તમામ કરી છૂટે છે. આ મોટા ફોફળીયા ગામના લોકો પાસેથી જ ઋણ અદા કરવાનો અને મદદ કરનારનું ગુણ ન ભૂલવાનો સકારાત્મક અભિગમ મને શીખવા મળ્યો છે. જે ગામમાં મારા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણનો પાયો ઘડાયો તે ગામમાં મને દર્દીનારાયણની સેવા કરવાની તક મળી છે તેથી મારા તરફથી આપી શકું તેટલું શ્રેષ્ઠ આપવા સતત પ્રયત્નશીલ છું.

Next Story
Share it