Connect Gujarat

ટ્રેનની ઈ ટિકિટ પર 30 જૂન સુધી સર્વીસચાર્જ નહીં લેવાય

ટ્રેનની ઈ ટિકિટ પર 30 જૂન સુધી સર્વીસચાર્જ નહીં લેવાય
X

ટ્રેનના પ્રવાસીઓ કે જેઓ ઈ ટિકિટ દ્રારા તેમની ટિકિટો ઓનલાઇન બુક કરાવશે તેમની પાસેથી 30 જૂન સુધી સર્વિસચાર્જ લેવામાં આવશે નહીં, પ્રવાસીઓને મદદ કરવાના હેતુથી તેમજ ડિજિટલ પેમેન્ટ માટે પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સર્વિસચાર્જમાં માફી આપવાનું સરકારે નક્કી કર્યું છે, આમ ઓનલાઇન ટિકિટ બુકીંગ પર 30 જૂન સુધી સર્વિસચાર્જ લેવાશે નહીં.

અગાઉ સરકાર દ્રારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા 23 નવેમ્બર 2016 થી 31 માર્ચ 2017 સુધી ઓનલાઇન બુકીંગ પરનો સર્વિસચાર્જ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો , જે હવે 30 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે, રેલવેને માહિતી અને ટેક્નોલોજી મંત્રાલય દ્રારા આ સૂચના આપવામાં આવી હતી, આઈઆરસીટીસી દ્રારા ઓનલાઇન ટિકિટનું બુકિંગ કરાવવામાં આવે તો તેના પર ટિકિટ દીઠ રૂ. 20 થી 40 જેટલો સર્વિસ ચાર્જ લેવામાં આવે છે.

સરકાર દ્રારા 8 નવેમ્બરે નોટબંધી કરવામાં આવ્યા પછી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સર્વિસચાર્જ રદ કરવામાં આવ્યો હતો, 23 નવેમ્બર 2016 થી 31 માર્ચ 2017 સુધી સર્વિસચાર્જ રદ કરવાને કારણે પ્રવાસીઓ પાસેથી સર્વિસચાર્જ અને સર્વિસટેક્સ પેટે રેલવેને રૂ,184 કરોડનું નુકસાન થયુ હતુ.

Next Story
Share it