Connect Gujarat

ડભોઇ : સેવાસદન કચેરીમાં મધમાખીઓનો આતંક, 25થી વધુ લોકોને માર્યા ડંખ

ડભોઇ : સેવાસદન કચેરીમાં મધમાખીઓનો આતંક, 25થી વધુ લોકોને માર્યા ડંખ
X

ડભોઇ સેવાસદન ખાતે મધમાખીઓના ઝૂંડના આતંકના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કચેરી ખાતે કામ માટે આવેલા અરજદારો અને કર્મચારીઓ મધમાખીઓથી બચવા માટે દોડધામ કરતાં જોવા મળ્યાં હતાં. મધમાખીઓએ 25 જેટલા લોકોને ડંખ મારી લીધાં હતાં.

ડભોઇ સેવાસદન બિલ્ડીંગ ઉપર છેલ્લા

કેટલાય સમયથી મધમાખીઓએ મધપુડા બનાવ્યાં છે. મધપુડાના કારણે મધમાખીઓના હુમલાની

દહેશત સેવાઇ રહી હતી જે ગુરૂવારના રોજ સાચી પડી હતી. બપોરના સમયે મધપુડામાંથી

અચાનક મધમાખીઓ ઉડવા લાગતાં અરજદારો અને કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. મધમાખીઓએ 25થી વધુ લોકોને ડંખ મારી લીધાં હતાં.

જેમાંથી ત્રણ લોકોની હાલત બગડી જતાં તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

ડભોઇ સેવા સદન કચેરીનું 2003માં

નિર્માણ કરવામાં આવ્યું હતું.છેલ્લા કેટલાય સમય થી બિલ્ડીંગના મુખ્ય ગેટ ઉપર

મધમાખીઓએ બે વિશાળ મધપુડા બનાવી દીધાં છે. આ મધપુડાઓ દુર કરવામાં આવે તેવી લોકમાંગ

ઉઠી છે.

Next Story
Share it