ડાંગ : આહવા ખાતે સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજનાં પાદુકા દર્શનનો કાર્યક્રમ યોજાયો
BY Connect Gujarat13 Nov 2019 3:28 PM GMT

X
Connect Gujarat13 Nov 2019 3:28 PM GMT
રંગઉપવન પર યોજાયો
આ પાદુકા દર્શન કાર્યક્રમ વેળાએ ડાંગ જિલ્લા નાં અંતરિયાળ વિસ્તારો માંથી મોટી
સંખ્યાઓમાં ભાવિક-ભક્તો પધારી તેઓએ સવારે
8:30 કલાકે આખા આહવા નગરમાં શોભાયાત્રા કાઢી તેઓ
રંગઉપવન ખાતે પોહંચી જ્યાં ભાવિક ભક્તોએ ગુરૂપૂજન કરી અને કેટલાંક ભાવિક
ભક્તો સાધક દીક્ષા લઈ હતી.
તેની સાથે સાથેના નીજ ધામથી જગદગુરુ દ્વારા
ઓનલાઈન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે મહાપ્રસાદનું પણ
આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ડાંગ જિલ્લાનાં તમામ ભાવિક ભક્તો, શ્રી સંપ્રદાય સેવા સમિતી ડાંગનાં હોદેદારો
જિલ્લા અધ્યક્ષ મુરલીધર બાગૂલ, જિલ્લા સંયોજક સંજુ માળી તેમજ અન્ય હોદેદારોની સાથે સાથે
જિલ્લાના લોક પ્રતિનિધિ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Next Story