Connect Gujarat

ડાંગ : કોરોના વાયરસના પ્રતિકાર માટે જાહેર સ્થળોએ અમૃતપેય ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરાયું

ડાંગ : કોરોના વાયરસના પ્રતિકાર માટે જાહેર સ્થળોએ અમૃતપેય ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરાયું
X

સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, આહવા દ્વારા ડાંગ જિલ્લાના એસ.ટી.બસસ્ટેન્ડ, જનસેવા કેન્દ્ર, સરકારી બેઠકો જેવા જાહેર સ્થળો કે જ્યાં લોકોની અવર-જવર વધુ રહેતી હોય તેવી જગ્યાએ કોરોના વાયરસના પ્રતિકાર માટે ઔષધિય અમૃતપેય ઉકાળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા કલેકટર એન.કે.ડામોરના

અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠક દરમ્યાન માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, હાલમાં જ

કોરોના વાઇરસને અટકાવવાના ભાગરૂપે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરાવવું જોઇએ.

હાટ બજાર જેવી જાહેર જગ્યાઓમાં લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે આરોગ્યની ટીમને

ફરજ સોંપણી કરવાની રહેશે. સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ર્ડા. બર્થા પટેલે

જણાવ્યું હતું કે, વાતાવરણ બદલાતા શરદી-ખાંસી, તાવ વિગેરે થઇ શકે છે, ત્યારે ઔષધિય

વનસ્પતિમાંથી બનાવવામાં આવેલ અમૃતપેય ઉકાળો લોકો માટે ખૂબ જ લાભદાયી નીવડે છે.

દશમૂલકવાથ, ત્રિકટુ (સૂંઠ,મરી,પીંપર), પથીયાદીકવાથ, વાસા, ગળો, હળદર, સુદર્શન જેવી વનસ્પતિઓને ઉકાળીને ઉકાળો બનાવવામાં આવે છે. જે સ્વાસ્થ્ય

માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. અત્યાર સુધીમાં ૨૩ જેટલા કેમ્પો કરીને કુલ ૩૯૪૬

લાભાર્થીઓએ ઉકાળાનો લાભ લીધો છે. ઉપરાંત તા. ૧૬ માર્ચના રોજ જિલ્લા સેવાસદનમાં

૫૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો.

Next Story
Share it