ડાંગ: જય બજરંગ રંભાસ ટીમ ખેલ મહાકુંભ-૨૦૧૯ની રસ્સા ખેંચમાં ઝોન કક્ષાએ વિજેતા

ડાંગ જિલ્લા ના
પ્રવેશદ્વાર એવા વઘઈ તાલુકાના રંભાસ ગામની જય બજરંગ રંભાસ ટીમ ખેલ મહાકુંભ-૨૦૧૯ ની
રસ્સા ખેંચ સ્પર્ધામાં ઝોન કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થઇ ડાંગ જિલ્લાનું ગૌરવ
વધાર્યું છે.
રંભાસ ગામના
યુવાનોને સફળ નેતૃત્વ પુરૂ પાડતા કેપ્ટન રમેશભાઈ માહલા એ જણાવ્યું હતું કે
ખેલમહાકુંભ ની અબવ ૪૦ વર્ષ ની કેટેગરીમાં યુવાનોએ ભાગ લીધો હતો. યુવાનોની ખેલ
ભાવનાને પ્રોત્સાહન આપવા સૌ યુવાનોને રસ્સા ખેંચ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સૌપ્રથમ
અમારી ટીમ તાલુકા કક્ષામાં વઘઈમાં વિજેતા થયા હતા. ત્યારબાદ સુબિર ખાતે જિલ્લા
કક્ષામાં વિજેતા થયા અને ઝોન કક્ષાની સ્પર્ધા વલસાડ ખાતે યોજાઈ હતી. જેમાં વલસાડની
ટીમ સામે ફાઈનલ મેચ યોજાઈ હતી જેમાં ફાઈનલ મેચ જીતી ડાંગનું નામ રોશન કર્યું હતું.
પોલીસ વિભાગ
ડાંગમાં ફરજ બજાવતા અરવિંદ ગાવિતે કોચ તરીકે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. રંભાસ
ટીમને યોગ્ય માર્ગદર્શન આપી ટીમને વિજય અપાવવા ભારે જહેમત ઉઠાવી હતી.રસ્સા ખેંચ
સ્પર્ધામાં રમેશ માહલા,(કેપ્ટન)અરવિંદ ગાવિત,ગમનભાઈ ભોયે,અમૃત ગાવિત,મયલુ
ભોયે,હરિચંદ્ર ચૌધરી,વિજય ચૌધરી,અજીત ચૌધરી,રમેશ પવાર સમગ્ર ટીમને જીલ્લા વહીવટી
તંત્ર અને રમત-ગમત વિભાગ અને ડાંગના લોકોએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.