ડાંગ : ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા “શહીદ તારાબેન” દિવસની ઉજવણી કરાય
BY Connect Gujarat21 Nov 2019 3:16 AM GMT

X
Connect Gujarat21 Nov 2019 3:16 AM GMT
ડાંગ ભીલીસ્તાન ટાઇગર સેના
દ્વારા વઘઇ તાલુકાનાં કોશિમદા ગામે શહીદ તારાબેન દિવસની ઉજવણી કરી પુષ્પાજંલી
અર્પણ કરી હતી.
ડાંગ જિલ્લામાં જળ જંગલ અને જમીન માટે લડત ચલાવનાર તારાબેન ગંગારામ પવારને 20-11-1991નાં દિવસે ગોળી મારી હત્યા કરાઈ હતી,જળ જંગલ જમીન પર અધિકારની લડતમાં શહીદ થયેલ તારાબેન પવારની યાદમાં દરવર્ષે બી.ટી.એસ દ્વારા 20મી નવેમ્બરનાં રોજ તારાબેન દિવસ તરીકે ઉજવણી કરે છે,બુધવારે ડાંગ જિલ્લાનાં ભીલીસ્તાન ટાઇગર સેનાનાં પ્રમુખ રાકેશભાઈ પવાર સહિત બી.ટી.એસનાં સભ્યોએ વઘઇ તાલુકાનાં કોશીમદા ખાતે તારાબેન દિવસની ઉજવણી કરી આ શહીદને પુષ્પાજંલી અર્પણ કરી હતી.
Next Story