Connect Gujarat
ગુજરાત

ડાંગ : સાપુતારા, વઘઇ, સુબીર તેમજ આહવા સહીતનાં પંથકોનાં ગામડાઓનાં વાતાવરણમાં પલટો

ડાંગ : સાપુતારા, વઘઇ, સુબીર તેમજ આહવા સહીતનાં પંથકોનાં ગામડાઓનાં વાતાવરણમાં પલટો
X

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, વઘઇ, સુબીર તેમજ આહવા સહીતનાં પંથકોનાં ગામડાઓમાં બુધવારે મળસ્કે વાતાવરણનાં પલટા સાથે ઝરમરીયો વરસાદ સ્વરૂપેનું કમોસમી માવઠુ તૂટી પડતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવી જતા શિયાળાની ઋતુનાં ઋતુચક્રમાં બદલાવ જોવા મળ્યો હતો, ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં ઘડીકમાં ઠંડી તો ઘડીકમાં ગરમી તો ઘડીકમાં વરસાદી મહોલની સ્થિતિએ આકાર લેતા ડાંગી ખેડૂતો સહિત જનજીવન વિમાસણમાં મુકાયુ હતુ,બુધવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, મુખ્યમથક આહવા, શબરીધામ સુબીર, સહિત વ્યાપારીનગર વઘઇ તાલુકાનાં ગામડાઓમાં મળસ્કે અચાનક વાતાવરણનાં પલટા સાથે ઝરમરીયા વરસાદનાં સ્વરૂપે કમોસમી માવઠુ તૂટી પડતા સમગ્ર પંથકોની ભૂમિમાં ભીનાશની સાથે ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી, ડાંગમાં પડેલ કમોસમી માવઠાનાં પગલે આદિવાસી ખેડૂતોનાં શિયાળુ પાકો સહિત ફળફળાદી તેમજ શાકભાજીનાં પાકોને જંગી નુકસાન થયાની ભીતિનાં એંધાણ વર્તાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.

Next Story
Share it