Connect Gujarat
ગુજરાત

ડાંગ : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લામાં કાર્યવાહી હાથ ધરવા જિલ્લા વિકાસ અધિકારીનો અનુરોધ

ડાંગ : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લામાં કાર્યવાહી હાથ ધરવા જિલ્લા વિકાસ અધિકારીનો અનુરોધ
X

ડાંગ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બનાવવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન, જિલ્લાનું એક પણ કુટુંબ શૌચાલય વિહોણું ન રહી જાય તેની તકેદારી દાખવવાની સૂચના જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ આપી છે.

[gallery td_select_gallery_slide="slide" td_gallery_title_input="ડાંગ : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લામાં કાર્યવાહી હાથ ધરવા જિલ્લા વિકાસ અધિકારીનો અનુરોધ" size="full" ids="96747,96748,96749,96750"]

તાજેતરમાં જાજરૂની ઝુંબેશ બાબતે સંબંધિત અમલિકરણ અધિકારી/કર્મચારીઓને માર્ગદર્શન આપવા માટેની યોજાયેલી એક બેઠકમાં વઢવાણિયાએ જિલ્લાના ઘરે ઘર શૌચાલય નિર્માણ સાથે, પરિવારનો દરેક સભ્ય તેનો સમુચિત ઉપયોગ કરે તે બાબતે તેમને જાગૃત કરવાનું પણ આહ્વાન કયુ* હતું. ઘરેલુ શૌચાલય સાથે જાહેર સ્થળોએ બનાવાયેલા શૌચાલયની સ્વચ્છતા રાખવા સાથે, ખુલ્લામાં મળમૂત્રનો ત્યાગ ન કરવાની સમજ બાબતે પ્રજાજનોને જાગૃત કરવાની અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ, કચરા પેટીનો ઉપયોગ, સૂકો અને ભીનો કચરો અલગ રાખવા બાબતની જાગૃતિ, તાલુકા તથા જિલ્લાની કચેરીઓમાં ફાઇલ વર્ગીકરણ અને જુના ફર્નિચરનો નિકાલ જેવી બાબતોએ પણ ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શક બુકલેટ સ્વચ્છ અને સ્વસ્થ ડાંગના નિર્માણ માટે ઉપયોગી સાબિત થઇ રહેશે તેમ જણાવતા વઢવાણિયાએ આ કાર્યક્રમમાં સૌને સહભાગી થવાની પણ અપીલ કરી છે.

બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.ડી.પટેલ સહિત નાયબ વન સંરક્ષકો અગિન્શ્વર વ્યાસ અને દિનેશ રબારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મેઘા મહેતા, સિવિલ સર્જન ડૉ.રશ્મિકાંત કોîકણી, જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓ, સહિત સ્વચ્છ ભારત મિશન સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

Next Story