Connect Gujarat

ડિરેક્ટર કરણ જોહર સરોગસી દ્વારા બન્યો બે બાળકોનો પિતા

ડિરેક્ટર કરણ જોહર સરોગસી દ્વારા બન્યો બે બાળકોનો પિતા
X

બૉલીવુડ ડિરેક્ટર કરણ જોહર સરોગસી દ્વારા બે બાળકોનો પિતા બની ગયો છે. અને તેને દીકરાનું નામ યશ અને દીકરીનું નામ રુહી રાખ્યું છે.

સૂત્રીય માહિતી અનુસાર બંનેનો જન્મ 7 ફેબ્રુઆરીના રોજ અંધેરીના મસરાની હોસ્પિટલમાં થયો હતો.અને 3જી માર્ચના રોજ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

આ અંગે કરણે જણાવ્યું હતું કે તેના જીવનમાં બે વન્ડરફુલ વ્યક્તિઓનો સમાવેશ થયો છે અને તે પિતા બનીને ઘણો ખુશ છે તેમજ પિતા તરીકેની બધી જવાબદારી નિભાવવા તે તૈયાર છે.

આ સાથે વધુમાં તેને સરોગેટ માતાનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે મેડિકલ સાયન્સના કારણે તે પિતા બની શક્યો છે. અને હવે તેના બાળકો જ તેના માટે પહેલી પ્રાથમિકતા રહેશે.

Next Story
Share it