Top
Connect Gujarat

ડીસા : રાજમંદિર સર્કલ પાસે સર્જાયો અકસ્માત, એકનું મોત

ડીસા : રાજમંદિર સર્કલ પાસે સર્જાયો અકસ્માત, એકનું મોત
X

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસમાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજ રોજ ડીસા રાજમંદિર સર્કલ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. અજાણ્યા વાહનને મોટરસાઇકલને ટક્કર મારતા ઘટના સ્થળે પત્નીનું મોત નીપજયું હતું. જ્યારે પતિને નાની-મોટી ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં અકસ્માતનું કારણ મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસમાં અનેક જગ્યાએ નાના મોટા અકસ્માતો સર્જાયા છે. જેમાં કેટલાય માસુમ લોકોએ પોતાની મહામૂલી જિંદગી ગુમાવી છે. ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ આજ રોજ ડીસા રાજમંદિર સર્કલ પાસે બનવા પામ્યો હતો. જેમાં દંપતી યુગલ પોતાના ઘરેથી ડીસા તરફ આવી રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહને મોટર સાયકલને ટક્કર મારતા ઘટના સ્થળે પત્નીનું મોત થયું હતું. જ્યારે પતિને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે હાલ ડીસા દક્ષિણ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story
Share it