Top
Connect Gujarat

ડીસા:  રોમિયોના ત્રાસથી વાજ આવી સગીરાએ કરી આત્મહત્યા કોશિશ  

ડીસા:  રોમિયોના ત્રાસથી વાજ આવી સગીરાએ કરી આત્મહત્યા કોશિશ  
X

ડીસામાં રોમિયોના ત્રાસથી એક સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રોમિયો છેલ્લા ત્રણ વર્ષથી સગીરાને લગ્ન કરવા માનસિક ત્રાસ આપતો હતો. જેથી સગીરાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ એક ગુનાહિત પ્રવૃત્તિનો બનાવ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કોટડા ગામે બન્યો હતો. જેમાં ડીસામાં એક રોમિયો પ્રતીક ઠક્કર દ્વારા કોટડા ગામે રહેતી એક સગીરાને છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર લગ્ન કરવા દબાણ કરી ત્રાસ આપવામાં આવતો હતો.

સગીરાને લગ્ન કરવા માટે પ્રતીક ઠક્કરના પરિવાર દ્વારા પણ અવાર નવાર દબાણ કરવામાં આવતું હતું. જો તું લગ્ન નહીં કરે તો તારા પરિવારને મારી નાખીશું તેવી ધમકીઓ પ્રતીક ઠક્કર દ્વારા આપવામાં આવતી હતી. જેથી કંટાળીને આજે સગીરાએ પોતાના ઘરમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોતાના ઘરે સગીરાના કાકા આવી જતા તેને આત્મહત્યા કરતા બચાવી લેવાઈ હતી. અને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સગીરાના પરિવાર જનોએ પ્રતીક ઠક્કર તેમજ તેમના પરિવાર જનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Next Story
Share it