Top
Connect Gujarat

ડેમુ ટ્રેનો 40 દિવસ સુધી રદ કરવામાં આવી

ડેમુ ટ્રેનો 40 દિવસ સુધી રદ કરવામાં આવી
X

ઉજ્જૈન ખાતે 22મી એપ્રિલ થી 21 મેં એક મહિના સુધી સિંહસ્થ કુંભ મેળો યોજાનાર છે.કુંભ મેળાના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે રેલવે વિભાગ દ્વારા સુવિધા વધારવામાં આવી છે.જેમાં કુંભ મેળા માટે દોડનાર ટ્રેનમાં કોચ લગાવવાના હોવાથી ડેમુ પેસેન્જર ટ્રેનો 40 દિવસ સુધી રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આણંદ-અમદાવાદ-આણંદ 40 દિવસ સુધી બંધ રેહશે જયારે આણંદ ખંભાત ડેમુ ટ્રેન 39 દિવસ સુધી બંધ રહેશે જેનાં કારણે મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડશે તેમજ અપ ડાઉન કરતા લોકો ડેમુ ટ્રેન રદ થતા ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

Next Story
Share it