/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/IMG-20190414-WA0076.jpg)
ભારત દેશના બંધારણના ઘડવૈયા મહામાનવ ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મ જયંતી પ્રસંગે રવિવારના રોજ કરજણ નગરમાં મૂળ નિવાસી એક્તા મંચ દ્વારા એક બાઈક રેલીનું આયોજન કરાયું હતું. બાઇક રેલી પ્રસંગે સૌ પ્રથમ નગરમાં આવેલી સિવિલ કોર્ટ સામે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને ભીમ જન્મોત્સવ ઉજવાયો હતો. ત્યારબાદ મૂળ નિવાસી એક્તા મંચના કાર્યકરો જય ભીમના જયઘોષ સાથે બાઇકો પર સવાર થઇ નગરના વિવિધ માર્ગો પર રેલી સ્વરૂપે ફર્યા હતા.
આયોજિત આ બાઇક રેલી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી. હાથમાં ફલેગ સાથે નગરના વિવિધ માર્ગો પર મૂળ નિવાસી એક્તા મંચના કાર્યકરોએ બાઇક્સ પર પરિભ્રમણ કરી સિવિલ કોર્ટ પાસે આવી રેલીનું સમાપન કર્યું હતું. આયોજિત બાઇક રેલીમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને મૂળ નિવાસી એકતા મંચના સંયોજક મિનેશ પરમાર એડવોકેટ, આજુબાજુ ગામના આગેવાનો તથા કરજણ નગરના આગેવાનોએ હાજરી આપી સફળ બનાવી હતી.