Connect Gujarat
ગુજરાત

ઢાઢર નદી બનતા ગાંડીતુર અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

ઢાઢર નદી બનતા ગાંડીતુર અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
X

પોર નજીકથી પસાર થઇ રહેલી ઢાઢર નદી બનતા ગાંડીતુર અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા.

છેલ્લા બે દિવસથી ઝરમર ઝરમર પડી રહેલા વરસાદે બુધવારના રોજ પોતાના અસલ મિજાજનો પરચો બતાવતા પોર ગામ જળબંબોળ બનવા પામ્યું હતું. ભારે વરસાદને પગલે ખેતરો પણ જળબંબાકાર બનવા પામ્યા હતા. ગતરોજ મુશળધાર વરસાદ ખાબકતા પોર નજીકથી પસાર થઇ રહેલી ઢાઢર નદી ગાંડીતુર બનતા પોર ગામના અનેક વિસ્તારો પાણીમા ગરકાવ થઇ જવા પામ્યા હતા.

પોરની ચોકડી પાર, બળીયાદેવ મંદીરની નીચે આવેલ મંદિરોમાં પણ વરસાદી પાણી ભરાઇ જવા પામ્યા હતા.જાણે કે સરોવર જેવા દ્રશ્યો સર્જાયા હતા. તો ઝુપડાઓમાં પણ પાણી ઘૂસી જતા રહિશો હાલાકીમાં મુકાયા હતા. સદનસીબે વરસાદ થંભી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Next Story
Share it