Connect Gujarat
ગુજરાત

તાપી જિલ્લામાં વાવાઝોડા-વરસાદમાં અવસાન પામેલ બે મૃતકોના પરિવારોને પ્રભારી મંત્રીના હસ્તે રૂપિયા ૮ લાખની સહાય ચુકવાઈ

તાપી જિલ્લામાં વાવાઝોડા-વરસાદમાં અવસાન પામેલ બે મૃતકોના પરિવારોને  પ્રભારી મંત્રીના હસ્તે રૂપિયા ૮ લાખની સહાય ચુકવાઈ
X

તાપી જિલ્લામાં તાજેતરમાં આવેલ વાવાઝોડામાં જિલ્લાના સાત તાલુકાઓના ૧૧૯ જેટલા ગામોમાં અસર થઈ હતી. જેમા સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખોગળ ગામે નુરીબેન વિછિયાભાઈ ગામીત ઉ.૬૫ તથા શેરુલા (બાવલી ફળિયુ) ગામે માલુબેન સુમનભાઈ કાથુડ ઉ.૪૫ વર્ષનું વિજળી પડવાથી અવસાન થયું હતું.

રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપત્તિમાં અસરગ્ર્સ્ત પરિવારર્ના વારસદારોને મદદરુપ થવા માટે અમલી આકસ્મિક મૃત્યુ સહાય યોજના પેટે આ બન્ને મૃતકોના પરિવારોને જિલ્લાના પ્રભારી અને શહેરી ગૃહ નિર્માણ અને નર્મદા જળસંપત્તિ વિભાગના રાજયમંત્રી યોગેશભાઇ પટેલના હસ્તે રૂપિયા ૪ લાખ લેખે કુલ ૮ લાખની સહાય ચુકવાવામાં આવી હતી. આજે પ્રભારી મંત્રીએ ખોગળ ગામે સ્વ.નુરીબેનના પરિવારની મુલાકાત લઈ રૂપિયા ૪.૦૦ લાખનો ચેક તથા સોનગઢ તાલુકા પંચાયત ખાતે સ્વ.માલુબેનના પરિવારને રૂપિયા૪.૦૦ લાખનો ચેક અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમણે આ ઉપરાંત અન્ય યોજનાઓ હેઠળ મળવાપાત્ર સહાય પણ તાત્કાલિક ચુકવવા અધિકારીઓને સુચના આપી હતી.

મંત્રીએ જણાવ્યુ કે, સરકાર કુદરતી આપત્તિમાં સતત પ્રજાની પડખે રહી છે વાવાઝોડા-વરસાદથી જિલ્લામાં થયેલ નુકસાનની વિગતો મેળવી પ્રાથમિક સર્વેની કામગીરી પૂર્ણ કરી અસરગ્રસ્તોને જરૂરી મદદ તાત્કાલિક પુરી પાડવામાં આવશે.

આ પ્રસંગે કલેકટર આર.એસ.નિનામા, વ્યારા પ્રાંત તુષારભાઇ જાની, નાયબ પોલિસ અધિક્ષક સંજય રાય, યોજનાસહ તાલુકા વિકાસ અધિકારી, સોનગઢ મામલતદાર વસાવા, જિલ્લા પક્ષ પ્રમુખ જયરામ ગામીત, પક્ષ મહામંત્રી રાજેન્દ્રસિંહ કુંવર સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story