Top
Connect Gujarat

તિલકવાડાના વંઢ ગામે પશુઓના હવાડાની નજીક આગામી બે દિવસમાં ઉપલબ્ધ થશે પીવાલાયક પાણી માટે સ્ટેન્ડ પોસ્ટની સુવિધા

તિલકવાડાના વંઢ ગામે પશુઓના હવાડાની નજીક આગામી બે દિવસમાં ઉપલબ્ધ થશે પીવાલાયક પાણી માટે સ્ટેન્ડ પોસ્ટની સુવિધા
X

પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર ગર્ગની સ્પષ્ટતા

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વંઢ ગામે પીવાના પાણીની મુશ્કેલી સંદર્ભે તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા અખબારી અહેવાલ અંગે પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર એ.કે. ગર્ગ દ્વારા પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ વંઢ ગામે નર્મદા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ભૂગર્ભ ટાંકામાં પીવાનું પાણી આપવામાં આવે છે, જેમાંથી પંપીગ મશીનરી મારફતે પાણી ઉંચી ટાંકીમાં ચઢાવી ગામ લોકોને આપવામાં આવતું હતુ. પંપીંગ મશીનરીની મરામત અને તેના સંચાલનની કામગીરી ગ્રામ પંચાયત હસ્તક રહેલી છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="93468,93469,93470,93471,93472,93473"]

પંપીંગ મશીનરી બગડી જવાથી ઉંચાણવાળા ભાગમાં રહેતા લોકોને ઘરે ઘરે પાણી મળવાનું બંધ થવાથી ઉંચાણવાળા વિસ્તારના લોકો નજીકમાં આવેલ હવાડામાં જે પાઇપ મારફત પાણી પડતું હતું તે પાઇપમાંથી જ પાણી મેળવતાં હતાં. તે બાબતને પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓની આજની આ ગામની મુલાકાત દરમિયાન ગામની મહિલાઓએ પણ રૂબરૂમાં સમર્થન આપ્યું હતું અને અખબારી અહેવાલોમાં જણાવ્યા મુજબ ઢોરોના હોજમાંથી ગામ લોકો ખરેખર પાણી ભરતાં ન હતાં.

કાર્યપાલક ઇજનેર એ.કે. ગર્ગ વધુમાં સ્પષ્ટતા કરતાં જણાવે છે કે, જ્યાં સુધી પંપીંગ મશીનરી રીપેરીંગ ન થાય ત્યાં સુધીના સમયગાળામાં ઉક્ત હવાડાની બાજુમાં એક સ્ટેન્ડ પોસ્ટની સુવિધા ઉભી કરવાની કામગીરી શરૂ કરાયેલ છે, જે આગામી બે દિવસમાં પૂર્ણ થવાની શક્યતા છે. વધુમાં આ વંઢ ગામના લોકોની આર્થિક પરિસ્થિતિ જોતાં નવી મોટર મેળવવા માટેની દરખાસ્ત જિલ્લા અછત સમિતિ સમક્ષ રજૂ કરીને મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરાઇ છે, આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થયેથી નવી મોટર ગોઠવાયેથી અપૂરતા દબાણનો પ્રશ્ન હલ થશે અને ઉંચાણવાળા વિસ્તારમાં પણ ઘરે ઘરે પાણીની સુવિધા પુનઃ ઉપલબ્ધ થશે.

Next Story
Share it