Connect Gujarat

ત્રણ તલાક ગેરબંધારણીય : અલ્હાબાદ હાઈકોર્ટ

ત્રણ તલાક ગેરબંધારણીય : અલ્હાબાદ હાઈકોર્ટ
X

અલ્હાબાદ હાઇકોર્ટે ગુરુવારના રોજ મહત્વનો નિર્ણય લીધો હતો. જે અનુસાર કોર્ટે ત્રણ વખત તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો છે.

વધુમાં હાઇકોર્ટની બેન્ચે જણાવ્યુ હતુ કે ત્રણ વખત તલાકથી માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય છે અને સાથે સાથે એ પણ જણાવ્યુ હતુ કે કોઈ પણ સમુદાયનો વ્યક્તિગત કાયદો એ દેશના બંધારણની ઉપર ન જ હોઈ શકે.આ નિર્ણય મુસ્લિમ મહિલાઓના બંધારણીય હકોના રક્ષણ માટે લેવામાં આવ્યો છે.

ઇસ્લામિક ધર્મમાં છૂટાછેડાને અરબી ભાષામાં "તલાક " કહેવામાં આવે છે જેમાં સામાન્ય રીતે તલાકની ઘોષણા પતિ દ્વારા કરવામાં આવે છે આ ઘોષણા ત્રણ વાર થઇ ગયા બાદ તે દંપતીને અલગ ગણવામાં આવે છે.

લખનઉ સ્થિત અલ્હાબાદ હાઈકોર્ટના આ ચુકાદાને જમાત-એ -ઉલેમાએ-હિન્દ જેવી ઘણી મુસ્લિમ સંસ્થાઓએ વિરોધ કર્યો છે તેમજ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જણાવ્યુ હતુ કે બંધારણ દ્વારા પોતાના ધર્મનું પાલન કરવાની જે સ્વતંત્રતા આપવામાં આવી છે જેમાં ત્રણ તલાક એ ઇસ્લામિક ધર્મ હેઠળ આવે છે.

કેન્દ્ર સરકારે પણ કોર્ટને જણાવ્યુ હતુ કે બંધારણ દ્વારા લોકોને જે માનવ અધિકાર આપવામાં આવ્યા છે જયારે ટ્રિપલ તલાક દ્વારા મુસ્લિમ મહિલાઓને અપાતા અધિકારોનો ભંગ થાય છે અને આ નિર્ણયથી તેમનો પોતાનો અધિકાર કોઈ અન્યાય સિવાય મળશે.

Next Story
Share it