ત્રણ દિવસની રજા બાદ બેંકો પર ગ્રાહકોની ભીડ જામી

ત્રણ દિવસ સુઘી બેંકો જાહેર રજામાં બંધ રહેવાના કારણે રોકડ અને ક્લિયરિંગના વ્યવહારો આ દિવસો પૂરતા બંધ થઇ ગયા હતા. પરંતુ આજે બેંકનું કામકાજ રાબેતા મુજબ શરુ થતા ગ્રહકોની ભારે ભીડ જોવા મળી હતી.
શનિ અને રવિવાર તેમજ સોમવારના એમ ત્રણ દિવસ દરમિયાન બેંકોમાં રજા હતી અને આ ત્રણ દિવસ સુધી નો કસ્ટમરનો કેશની સ્થિતિ બેંક સંકુલમાં જોવા મળી હતી, ત્રણ દિવસ દરમિયાન સુમસાન બનેલી બેંકો તારીખ 13મી ડિસેમ્બર મંગળવારના રોજ થી ધમધમતી થઇ હતી. અને સવારથી જ ગ્રાહકોની ભારે ભીડ બેંકો પર જોવા મળી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા 8મી નવેમ્બરની રાત્રી થી રૂપિયા 500 અને 1000ની નોટોને ભારતીય ચલણ માંથી રદબાતલ કર્યા બાદ બેંકો પર દરરોજ ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે અને પગારની તારીખો બાદ પણ પુરતી રોકડ ન મળતા ઘર ખર્ચ માટે લોકોએ રોકડ રૂપિયા મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી પડી રહી છે.
અત્રે નોંધવું ઘટે કે ભલે બેંકો કાર્યરત બની હશે પરંતુ ATM મશીનો પર હજી પણ મશીન બંધ હોવાના પાટીયા લટકી રહ્યા છે. જો ATM મશીન પણ રાબેતા મુજબ કાર્યરત બને તો પણ લોકો ને રોકડની રાહત થશે અને બેંકો પર ભારણ ઓછુ થશે.