દીપા કરમાકર ભારતની પ્રથમ મહિલા જિમનાસ્ટ  બની છે.

ત્રિપુરાના અગરતલા નિવાસી 23 વર્ષીય જિમનાસ્ટ દીપા કરમાકર રિયો ઓલમ્પિક માટે ક્વોલિફાય થઇ ને પ્રથમ ભારતીય મહિલા બની છે.
189_1460953663
દીપા કરમાકરે રિયો ડી જેનેરોમાં અંતિમ ક્વોલિફાયર અને ઓલમ્પિક ટેસ્ટ ઇવેન્ટમાં મહિલાઓની આર્ટિસ્ટક કેટેગરીનાં ચાર સબ ડિવીઝન્સ ના પહેલા વિભાગમાં દીપા 7 માં ક્રમે આવી હતી.અને તેણે 52.98 પોઈન્ટ મેળવ્યા હતા.
દીપા એ વોલ્ટ,અન ઇવન વ્યાર્સ પર તેમજ બીમ અને ફ્લોર એકસરસાઈઝ માં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.ટેસ્ટ ઇવેન્ટ માં 33 દેશોનાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.દીપા એ ઓછામાં ઓછા ત્રણ દેશની સ્પર્ધકો કરતા ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.આમ દીપા એ ભારતીની પ્રથમ મહિલા જિમનાસ્ટ બનીને ગૌરવ અપાવ્યું છે.
જાણવા મળ્યા મુજબ દીપા કરમાકરે દીપા એ 2014 ની ગ્લાસગો કોમન વેલ્થ માં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.અને ત્યારે બાદ ગયા વર્ષના નવેમ્બર માં વર્લ્ડ ચેમ્પિયનશિપ ની ફાઈનલ માં પ્રવેશીનારી પ્રથમ ભારતીય મહિલા જિમનાસ્ટ  બની હતી.

LEAVE A REPLY