Connect Gujarat
ગુજરાત

દમણ : ત્રણ દિવસથી બંધ બજારો ખોલાવવા ખુદ કલેકટર મેદાનમાં, વેપારીઓને કહયું દુકાનો ખોલો

દમણ : ત્રણ દિવસથી બંધ બજારો ખોલાવવા ખુદ કલેકટર મેદાનમાં, વેપારીઓને કહયું દુકાનો ખોલો
X

સંઘપ્રદેશ દમણમાં મકાનો તોડી પડાયાં બાદ 130 જેટલા પરિવારોએ ઉગ્ર વિરોધ કરી રહયાં છે. દમણમાં બજારો છેલ્લા 3 દિવસથી બંધ હોવાથી લોકો

ભારે હાલાકી વેઠી રહયાં છે. બજારોની બંધ દુકાનો ખોલાવવા માટે હવે ખુદ કલેકટર

મેદાનમાં આવ્યાં છે. તેમણે વેપારીઓને કોઇ પણ જાતનો ભય રાખ્યા વિના દુકાનો ખોલવા

વેપારીઓને અપીલ કરી સલામતીની ખાતરી આપી છે.

સંઘપ્રદેશ દમણના લાઈટ હાઉસ વિસ્તારમાં આવેલ સરકારી જમીનમાં 130 ઘરો પૈકી 97 જેટલા ઘરોનું પ્રશાસન દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેને પગલે બેઘર થયેલ લોકોએ રાજીવ ગાંધી બ્રિજ પર ચક્કાજામ કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી બેઘર બનેલા લોકોએ દમણમાં આંદોલનની શરૂઆત કરી હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જોખમમાં મુકાઇ છે. મોટા ભાગના બજારો બંધ હોવાથી પ્રવાસન ઉદ્યોગને પણ ફટકો પડી રહયો છે.

કોઇ અનિચ્છનીય બનાવને રોકવા દમણમાં ચારથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. બજારો બંધ હોવાથી લોકોને પડતી હાલાકીના નિવારણ માટે ખુદ કલેકટર મેદાનમાં આવ્યાં છે. દમણના કલેકટર જાતે જ બજારમાં નીકળ્યાં હતાં અને વેપારીઓને સલામતીની ખાતરી આપી હતી. બેઘર બનેલા લોકોના ઉગ્ર વિરોધ પ્રદર્શનના પગલે તોડફોડ થવાના ભયથી વેપારીઓ તેમની દુકાનો ખોલતાં ગભરાતા હોવાની વિગતો સપાટી પર આવી છે. કલેકટરે તેમને સલામતી અને સુરક્ષાની ખાતરી આપી છે..

Next Story
Share it