Connect Gujarat
ગુજરાત

દર 5માંથી 2 ગુજરાતી નોન વેજીટેરિયન!

દર 5માંથી 2 ગુજરાતી નોન વેજીટેરિયન!
X

ગુજરાત શાકાહારી રાજ્ય છે તેવા અનુમાન વચ્ચે દર પાંચ ગુજરાતીઓમાંથી બે ગુજરાતીઓ માંસાહારી હોવાની માહિતી એક સર્વે દરમિયાન બહાર આવી છે.

રજીસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વેની માહિતી મુજબ રાજ્યની 61.80 ટકા વસ્તી વેજીટેરિયન છે જ્યારે 39.05 ટકા લોકો નોન વેજિટેરિયન છે.

તેટલું જ નહી ગુજરાતમાં નોન વેજીટેરિયનની સંખ્યા પંજાબ અને હરિયાણા કરતાં પણ વધારે છે. સર્વે મુજબ ભારતમાં 71 ટકા લોકો નોન વેજીટેરિયન છે અને માત્ર 28.85 ટકા લોકો જ વેજિટેરિયન છે.

દેશમાં સૌથી વધુ નોન વેજીટેરિયન લોકો તેલંગણામાં 98.7 ટકા છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં 98.55 ટકા, ઓરિસ્સામાં 97.35 ટકા અને કેરાલામાં 97 ટકા લોકો નોન વેજીટેરિયન છે.

સર્વે મુજબ ગુજરાતમાં સ્રી અને પુરુષો બંને સરખા પ્રમાણમાં નોન વેજીટેરિટન છે. 39.90 ટકા પુરૂષો જ્યારે 38.20 ટકા સ્ત્રીઓએ માંસાહારી હોવાનું સ્વીકાર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાતને શાકાહારી રાજ્ય ગણવામાં આવે છે. વૈશ્વિક સ્તરે નામના ધરાવતા પિઝા હટ દ્વારા દુનિયામાં તેની સૌપ્રથમ શાકાહારી રેસ્ટોરન્ટ ગુજરાતમાં શરૂ કરાઇ હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Next Story
Share it