Top
Connect Gujarat

દહેજ રો-રો ફેરી જેટી પાસે થી મળી આવી અજાણ્યા પુરૂષની લાશ

દહેજ રો-રો ફેરી જેટી પાસે થી મળી આવી અજાણ્યા પુરૂષની લાશ
X

ભરૂચના દહેજ ખાતે કાર્યરત રો-રો ફેરી સર્વીસની જેટી પાસે એક અજાણ્યા પુરૂષની લાસ મળી આવતા પોલીસે આ અજાણ્યા પુરૂષના વાલીવારસોની શોધ આરંભવા સાથે વધુ તપાસ હાથધરી છે.

તા.૨૨મીના રોજ દહેજ પોલીસને દહેજ રો-રો ફેરી સર્વીસની જેટી નજીક એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી.જેની ઉમર આશરે ૪૫ થી ૫૦ વર્ષની હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આ પુરૂષે ગળા ના ભાગે એક ધાતુનો દોરો (ચેઇન) પહેરેલી છે તથા તેના જમણા હાથની ત્રીજી આંગળીમાં વીંટી પહેરેલ છે.

હાલમાં તો દહેજ પોલીસે આ મૃતક અજાણ્યા પુરૂષના મોતનું ચોક્કસ કારણ જાણવા તેની લાસને પી.એમ. અર્થે ખસેડી આ પુરૂષ કોણ છે?ક્યાંનો છે? તેમજ તેના વાલીવારસ કોણ છે? વિગેરે બાબતો અંગે વધુ તપાસ હાથધરી છે.

Next Story
Share it