Connect Gujarat
ગુજરાત

દાહોદની જેલમાં કાચા કામના કેદીએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા

દાહોદની જેલમાં કાચા કામના કેદીએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા
X

દાહોદમાં ચકચારી માતા-પુત્રીની હત્યાના ગુનામાં દાહોદની સબજેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ દિલિપ ભાભોરે આજે વહેલી સવારે બેરેકના બાથરૂમમાં ચાદર વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.

દાહોદ ખાતે માતા-પુત્રીની હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા આરોપી દિલિપ ભાભોરે આજે જેલની બેરેક માંજ બાથરૂમમાં ચાદર વડે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો હતો દિલિપ ભાભોરના પેન્ટના ખિસ્સામાંથી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે “માતા-પુત્રીની હત્યા તેણે પોતે જ કરી છે જેમાં તેની પત્ની અને મીત્ર રોહિતનો કોઈ વાંક નથી મારા માતા- પિતા અને બાળકોનું ધ્યાન રાખજો હું મારી મરજીથી આત્મહત્યા કરું છુ” આ ઘટનાથી પોલીસ બેડા સહિત પંથકમાં હડકંપ મચી ગયો હતો બનાવની જાણ થતાં પ્રાંત અધિકારી એસ.પી. સહિતના અધકારીઓ સબજેલ ખાતે દોડી આવયા હતા અને તપાસ હાથ ધરી હતી તેમજ મૃતદેહને એફ.એસ.એલ. પોર્સ્ટ્મોર્ટ્મ માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર કેસની જો વાત કરીએ તો દાહોદ ખાતે ગત નવેમ્બર માસમાં માતા પુત્રીની હત્યા કર્યા બાદ બાળકીના મૃતદેહને લીમખેડાની હડફ નદીમાં ફેકી દેવામાં આવ્યો હતો જ્યારે નંદાબેનના મૃતદેહને ઘરની ભૂગર્ભ ટાંકીમાં નાખી ઉપર સિમેન્ટ વડે ચણી દેવામાં આવી હતી શક ના આધારે પોલીસે મૃતક નંદાબેનની સહેલી મંજુ ભાભોર જે બંને આંગણવાડીમાં નોકરી કરતાં હતા અને તેના પતિ દિલિપ ભાભોરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા દિલિપ ભાભોરે હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું જે ગુનામાં દિલિપ ભાભોર અને તેની પત્ની તથા દિલિપના મિત્ર રોહિતની અટકાયત કરી હતી ત્રણેય આરોપી કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યા છે જે પૈકી દિલિપ ભાભોરે આત્મહત્યા કરી તેની પત્ની એન મિત્ર રોહિત નિર્દોષ હોવાનું સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું.

Next Story