Connect Gujarat
ગુજરાત

દાહોદ:પાલીકા દ્વારા નાસ્તાની લારી ગલ્લાઓ માટે હોકીંગ ઝોનની જગ્યા ફાળવવામાં આવી

દાહોદ:પાલીકા દ્વારા નાસ્તાની લારી ગલ્લાઓ માટે હોકીંગ ઝોનની જગ્યા ફાળવવામાં આવી
X

દાહોદને સ્માર્ટ સિટીમાં સમાવેશ કર્યા બાદ રસ્તાઓ પર લારીઓ લાગતી હોઈ છે તેના કારણે ટ્રાફીકમાં અડચણ અને સ્વચ્છતા પણ જળવાતી ના હોવાના કારણે સ્વચ્છતા પર પણ અસર પડતી હોવાના કારણે આજ રોજ નગર પાલીકા દ્રારા સ્ટેશન રોડ ઉપર લાગતી તમામ નાસ્તાની અને ચાઈનીઝની લારીઓ વાળાઓ માટે જગ્યા ફાળવી દેવામાં આવી હતી.

વ્હોરા મુસાફર ખાનાની પાછળના ભાગે નહેરૂ બગીચામાં હોકીંગ ઝોનમાં આ તમામ લારીઓ લાગશે જે શીસ્તપણે ત્યા ઉભી રાખશે અને સાથે સાથે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખશે અને તેનાથી નગર પાલીકાને તો લાભ થશેજ થશે અને સાથે સાથે જે લારીવાળા છે તેમના પણ ખુશીની લાગણી વ્યાપી ગઈ છે કે તેમના માટે પણ એક અલાયદી જગ્યા ફાળવી દેવામાં આવી છે.

Next Story