Connect Gujarat
ગુજરાત

દાહોદ:સાંસી સમાજે ભેગા મળી મુક્તિ દિવસે બલ્ડ ડોનેશન કરી દાહોદના રાજમાર્ગો ઉપર ભવ્ય રેલી કાઢી

દાહોદ:સાંસી સમાજે ભેગા મળી મુક્તિ દિવસે બલ્ડ ડોનેશન કરી દાહોદના રાજમાર્ગો ઉપર ભવ્ય રેલી કાઢી
X

દાહોદમાં સાંસી સમાજ દ્રારા મુક્તિ દિવસે બલ્ડ ડોનેશન કરી દાહોદના રાજમાર્ગો ઉપર ભવ્ય રેલી કાઢી હતી.

અંગ્રેજોના સાશન કાલ દરમિયાન ભારતમાં રહેતા સાંસી સમાજ ઉપર અંગ્રેજી હુકુમતે ક્રિમિનલ એક્ટ કલમ લગાવી હતી. જયારે ભારત દેશ 1947માં આઝાદ થયો ત્યાર પછી પણ સાંસી સમાજને ક્રિમિનલ એક્ટ કલમમાંથી આઝાદી નહોતી મળી. 31 ઓગસ્ટ 1952 માં આઝાદ ભારત દેશના સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરૂ જેવા નેતાઓએ સાંસી સમાજને ક્રિમિનલ એક્ટ કલમમાંથી આઝાદી મળે તેવા પ્રયાસો હાથ ધરી,

ભારત દેશમાં રહેતા સાંસી સમાજને અંગ્રેજોએ તેમના શાસનકાળ દરમિયાન લગાવેલી ક્રિમિનલ એક્ટ કલમ હટાવવા માટે પણ તેમને ભારત દેશ આઝાદ થયાને પાંચ વર્ષ પછી ક્રિમિનલ એક્ટ કલમમાંથી સાંસી સમાજને મુક્તિ મળી હતી. તે આઝાદીને લઈને સાંસી સમાજના લોકો 31 ઓગસ્ટના દિવસે મુક્તિ દિવસ તરીકે ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે મુક્તિ દિવસ ઉજવે છે.

દાહોદમાં સાંસી સમાજે સવારના 10.00 કલાકે દાહોદના ગોદીરોડ ઉપરથી વાજતે ગાજતે ડીજે સાથે મુક્તિ દિવસ તરીકે સાંસી સમાજના યુવાઓએ મોટી સંખ્યામાં બાઈક રેલી કાઢી દાહોદના રાજમાર્ગો ઉપર ફર્યા હતા અને ગોધરા રોડ ખાતે સાંસી સમાજના યુવાઓએ અખાડા રમવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને તે પછી રેલીને દાહોદના રાજમાર્ગો ઉપર ફેરવ્યા પછી દાહોદના રાધે ગાર્ડન ખાતે સાંસી સમાજના યુવાઓએ રેડક્રોસ સોસાયટી સંસ્થાને તેમજ ઝાયડસ હોસ્પિટલની બલ્ડ બેન્કને સાંસી સમાજના યુવાઓએ બલ્ડ ડોનેશન કર્યું હતું.

તે પછી એક સભાનું આયોજન કરી સાંસી સમાજના આગેવાનો દ્રારા સ્કૂલના વિધાર્થીઓ અને સાંસી સમાજનું નામ રોશન કરનારા ડોક્ટર, વકીલ, એન્જિન્યર જેવા યુવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. અને ઇનામો પણ આપવામાં આવ્યા હતા અને સાંસી સમાજના લોકોએ ભેગા મળી મુક્તિ દિવસ તરીકે સાથે જમણ પણ લીધું હતું. તે પછી મુક્તિ દિવસની રેલીને સમાપન કરવામાં આવી હતી.

Next Story