Connect Gujarat

દાહોદ : જેસાવાડામાં પરંપરાગત ગોળ ગધેડાનો મેળો, જુઓ શું છે મેળાનું મહાત્મય

દાહોદ : જેસાવાડામાં પરંપરાગત ગોળ ગધેડાનો મેળો, જુઓ શું છે મેળાનું મહાત્મય
X

દાહોદ જિલ્લામાં હોળીના પર્વની સાથે સાથે વર્ષો જૂની પરંપરાઓ સાથે જોડાયેલા વિવિધ મેળાઓ પણ ભરાય છે. હોળીના પર્વ બાદ છઠના દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં સ્વંયવરની પ્રથા સાથે જોડાયેલો પ્રસિદ્ધ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો ભરાયો હતો.

હોળીના

તહેવારમાં આદિવાસી સમાજના લોકો તેમના વતનમાં આવી જતાં હોય છે અને વિવિધ મેળાઓની

મોજ માણતા હોય છે. ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં સ્વયંવરના મેળા તરીકે ઓળખાતો

ગોળ ગધેડાના મેળામાં આજુ બાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો મેળાની મોજ

માણવા જેસાવાડા ગામે ઉમટી પડયા હતા. પરંતુ જેના માટે આ મેળો પ્રસિધ્ધ હતો તે

સ્વંયવરની પ્રથાની વર્ષો જૂની પરંપરા સમય જતાં વિસરાઇ ગઈ છે અને હવે ફકત મનોરંજન

અને આનંદ માટે જ આ ગોળ ગધેડાનો મેળો ભરાય છે.

જેસાવાડા

ગામમાં પંચાયત ઓફિસ પાસેના ચોકમાં ૩૦ ફુટ જેટલો ઊંચો સીમળાનો લીસ્સો થાંભલો

રોપવામાં આવ્યો હતો અને તેની ટોચ પર ગોળ ભરેલી પોટલી બાંધવામાં આવી હતી. આજુબાજું

ગામોના નવયુવાનો પોતાની બહાદુરી બતાવવા છોકરીઓના હાથમાં રહેલી વાંસની સોટીઓનો માર

ખાતા જઈને પણ લીસ્સા થાંભલા ઉપર બીજા યુવકને પાડીને પોતે થાંભલા ઉપર ચઢી ગોળની

પોટલી ઉતારવાની કોશિશ કરતાં હતાં. ગોળની પોટલી ઉતારી વિજયી બનનારા યુવાનને મનગમતી

યુવતી સાથે લગ્ન કરાવવામાં આવતા હોવાથી આ મેળો આદિવાસીઓના સ્વયંવર તરીકે ઓળખાતો

હતો પરંતુ આજે શિક્ષણનો વ્યાપ વધતા હવે આ સ્વયંવરની પ્રથા રહી નથી અને સમય જતાં

વિસરાઇ જવા પામી છે અને હવે માત્ર ગોળગધેડાનો મેળો ભરાય છે અને માત્ર મનોરંજન થાય

છે પણ સ્વયંવર થતો નથી.

Next Story
Share it