Connect Gujarat
ગુજરાત

દાહોદ: ડુપ્લીકેટ લાયસન્સ બનાવવાનું કૌભાંડ, એક આરોપી ઝબ્બે

દાહોદ: ડુપ્લીકેટ લાયસન્સ બનાવવાનું કૌભાંડ, એક આરોપી ઝબ્બે
X

રાજયમાં ટ્રાફિકના નવા નિયમો બાદ લાયસન્સ અને પીયુસી

મેળવવા માટે વાહનચાલકો દોડધામ કરી રહયાં છે ત્યારે ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવવાના

કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુખસરના લખણપુરથી આર.આર.સેલે એક યુવાનને 33 ડુપ્લીકેટ લાયસન્સ સાથે

ઝડપી પાડયો છે.

ફતેપુરા તાલુકાના લખણપુર ગામનો યુવાન ગાંધીનગરથી

ડુપ્લીકેટ લાયસન્સ બનાવી તેને વાહનચાલકોને આપતો હોવાની બાતમી આર.આર.સેલને મળી હતી.

પોલીસની ટીમે છાપો મારી મિનેષ ગજુ ચારેલ નામના યુવાનને ઝડપી લીધો હતો. તેની પાસેથી

33 જેટલા ડુપ્લીકેટ લાયસન્સ મળી આવ્યાં હતાં. પોલીસની પુછપરછમાં તેણે આ લાયસન્સ

નો જથ્થો ગાંધીનગરના અમરેન્દ્ર પટેલે પોસ્ટમાં મોકલાવ્યો હોવાની કબુલાત કરી હતી.

આરોપી પાસેથી સુખસર, ફતેપુરા, ઝાલોદ સહિત દાહોદના કેટલાક ગ્રાહકોના નામ અને લાયસન્સ મળી આવતા તે દિશામાં

તપાસ હાથ ધરવામાં આવી છે. ડુપ્લીકેટ લાયસન્સનું ર હજાર રૂપિયામાં વાહનચાલકોને

વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા ગાંધીનગરના આરોપીઓને ઝડપી

પાડવા કવાયત હાથ ધરી છે.

Next Story
Share it